ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ મે 2021
શુક્રવાર
સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને વધુ એક વાર ઝટકો આપ્યો છે. સાઉદી અરેબિયા જાહેરાત કરી છે કે પાકિસ્તાનના જે નાગરિકોએ ચીનની વેક્સિન લીધી છે તેમને સાઉદી અરેબિયામાં એન્ટ્રી નહીં મળે.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન ગત દિવસો દરમિયાન સાઉદી અરેબિયાની મુલાકાતે ગયા હતા. ત્યાર બાદ સાઉદી અરેબિયાએ આ જાહેરાત કરીને પાકિસ્તાનનું નાક કાપી નાખ્યું છે. જોકે પાકિસ્તાની નાગરિકોને રાહત આપતાં તેમણે જણાવ્યું છે કે જે પાકિસ્તાની નાગરિકે તેમના દેશમાં પ્રવેશ મેળવવો હોય તેમણે પોતાનો નેગેટિવ રિપોર્ટ દેખાડવો પડશે અને આ ઉપરાંત ૧૪ દિવસ માટે પોતાના ખર્ચે ક્વોર્ન્ટાઇન રહેવું પડશે.
આ ભૂતપૂર્વ મુખ્યપ્રધાને કહ્યું,“કોરોનાને પણ જીવવાનો હક છે”; જાગ્યો વિવાદ, જાણો વિગત…
ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયાને ચીને પોતાના દેશમાં વિકસાવેલી વેક્સિન મોકલાવી હતી, પરંતુ સાઉદી અરેબિયાએ તે વેક્સિન વાપરી નહીં. આ ઉપરાંત જે દેશોમાં બનેલી વેક્સિનને સાઉદી અરેબિયામાં પરવાનગી મળી છે તેમાં ચીનની વેક્સિનનો સમાવેશ નથી.