કોરોના મહામારીને નાથવા માટે અને રસીકરણ અભિયાનને વેગ આપવા માટે ફિઝી સરકારે કડક પગલાં ભર્યા છે.
વડાપ્રધાન ફ્રૈન્ક બેનિમરામાએ કહ્યું છે કે ‘નો જૈબ્સ, નો જોબ’ એટલે કે આગામી 15 ઓગસ્ટ સુધી વેક્સિનનો પહેલો ડોઝ નહિ લેનાર સરકારી કર્મચારીઓને રજા પર ઉતારી દેવાશે અને 1 નવેમ્બર સુધી બીજો ડોઝ નહિ લેનારને નોકરીમાંથી કાઢી મૂકાશે.
ફિજી સરકારે કર્મચારીઓ ઉપરાંત કંપનીઓને પણ બંધ કરવાની ચીમકી આપી છે કે જેમાં મોટા ભાગના કર્મચારીઓ હજી સુધી રસીવિહોણા છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના વધેલા પ્રકોપથી ફિજીની સ્વાસ્થ્ય વ્યવસ્થા પર વિપરિત અસર પડી છે. એણે અર્થવ્યવસ્થાને વેરવિખેર કરી નાખી છે.
વોટ્સઅપની ન ચાલી મનમાની!! આખરે ઝૂકવું પડ્યું, દિલ્હી હાઈકોર્ટમાં આપ્યા આ જવાબ ; જાણો વિગતે