Site icon

કોરોના કેસ ઘટતા અને બૂસ્ટર ડોઝ ઝુંબેશ શરૂ થતા આ દેશ બન્યો માસ્ક ફ્રી, કોવિડ પાસની જરૂરિયાત પણ નહિ, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,28 જાન્યુઆરી 2022         

Join Our WhatsApp Community

શુક્રવાર.  

બ્રિટનમાં ઓમિક્રોનના કેસોની સંખ્યામાં ઘટાડો થવાને પગલે કેટલાક પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે. બ્રિટિશ સરકારે જણાવ્યું કે વેક્સિનના બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કરવામાં આવતા ગંભીર બીમારીને પગલે હોસ્પિટલાઈઝેશનમાં ઘટાડો નોંધાયો છે. ગુરુવારથી ઈંગ્લેન્ડમાં ફરજિયાત માસ્ક પહેરવાના નિયમમાં છૂટ આપવામાં આવી છે. આ સાથે જ નાઈટ ક્લબ અને અન્ય મોટા સ્થળ પર એન્ટ્રી માટે કોવિડ પાસની જરૂર પણ સમાપ્ત થઈ ગઈ છે.

આરોગ્ય પ્રધાન સાજિદ જાવિદે જણાવ્યું કે સરકારે વેક્સિન રોલઆઉટ, ટેસ્ટિંગ અને એન્ટીવાયરલ સારવાર જેવા કારગર પગલાં લીધા છે. આનાથી યુરોપમાં વાયરસ સામે મજબૂત રક્ષણાત્મક વિકાસ થયો છે, પરિણામે સ્થિતિ સામાન્ય થાય તેનો માર્ગ મોકળો થયો હતો. આપણે સૌ કોવિડ વાયરસ સાથે જીવતા શીખી રહ્યા છીએ, આપણને એ યાદ રહે કે આ વાયરસ ક્યાંય દૂર નથી જઈ રહ્યો. 

DCGIએ આ કંપનીના ઇન્ટ્રાનેઝલ બૂસ્ટર ડોઝના ટ્રાયલને આપી મંજૂરી, અમદાવાદ સહિત 9 સ્થળોએ થશે ટ્રાયલ; જાણો વિગતે  

બ્રિટનમાં 81 ટકા લોકોએ બૂસ્ટર ડોઝ લઈ લીધો છે. આ ઉપરાંત 12 વર્ષથી ઉપરના તમામ લોકોને ધ્યાનમાં લેતા 84 ટકાએ વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે. જો કે તેમ છતાં બાળકો અને વૃદ્ધો માટે કોરોના મુશ્કેલી ઉભી કરી શકે છે. જો કે લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે તકેદારીના ભાગરૂપે પાટનગરમાં બસ તેમજ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ફેસ કવરિંગ ફરજિયાત કરવું પડશે. કોરોના કેસો ઘટ્યા હોવા છતાં લોકોએ સાવચેત રહેવું પડશે તેમ તેમણે જણાવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે અહીંની સરકારે ગત સપ્તાહે લોકોને ઘરેથી કામ કરવા માટેની ગાઈડલાઈનને પણ સમાપ્ત કરી હતી. આ ઉપરાંત શાળાઓમાં વર્ગની અંદર ફેસ કવરિંગને પણ રદ કરવામાં આવ્યું હતું. ઓમિક્રોનના કેસમાં ઉછાળો નોંધાતા ડિસેમ્બરમાં બ્રિટનમાં પ્લાન બી લાગુ કરવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ લોકોને બૂસ્ટર ડોઝ લગાવવા માટે સ્વાસ્થ્ય સેવા વગેવાન બનાવવામાં આવી હતી.

 

PM Modi Oman visit: ભારત-ઓમાનની દોસ્તી મિસાલ: લહેરો અને હવામાનના ઉદાહરણ સાથે પીએમ મોદીએ સમજાવ્યું મિત્રતાનું મહત્વ, જાણો સંબોધનની મોટી વાતો
India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
Trump Boasts Again: ડોનાલ્ડ ટ્રમ્પની ફરી મોટી શેખી: ‘ટેરિફ’ના જોરે 8 મહિનામાં 10 યુદ્ધ રોકવાનો કર્યો દાવો, બાઈડેન પર કર્યા આકરા પ્રહાર
India-Bangladesh tensions: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: ઢાકામાં ભારતીય હાઈકમિશનરને મળી ધમકી, ભારતે બાંગ્લાદેશના દૂતના પાઠવ્યું તેડું
Exit mobile version