ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર
ભારત સરકારના કડક વલણ પછી બ્રિટન સરકારે પીછેહટ કરતાં ભારતીય મુસાફરો માટે મહત્વની જાહેરાત કરી છે.
નવા નિયમ મુજબ કોવિશીલ્ડ કે યુકે સરકાર દ્વારા મંજૂરી અપાયેલી અન્ય કોરોના રસીના બંને ડોઝ લઇ ચૂકેલા ભારતીય મુસાફરોને દેશમાં ક્વોરન્ટાઇન કરવામાં આવશે નહીં.
આ આદેશ 11 ઓક્ટોબરથી યુકે જતાં ભારતીયો પર લાગૂ થશે..
આ સાથે જ બ્રિટન સરકારે ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્રિટન રાજદૂત એલેક્સે કહ્યું કે ગત મહિનાથી સહયોગ આપવા માટે ભારત સરકારનો આભાર.
ઓક્ટોબરની શરુઆતમાં જ ભારતે પણ નિયમ લાગૂ કરતાં બ્રિટિશ નાગરિકો માટે ફરજિયાત ક્વોરન્ટાઇન
થવાનો આદેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, હાલમાં ભારત અને બ્રિટિશ સરકાર પરસ્પર ક્વોરન્ટાઇન નિયમોને લઇને આમને-સામને આવી ગઇ હતી.
સાવધાન મુંબઈવાસીઓ : ચારકોપમાં ફૂડ ડિલિવરી કરનારાએ છ વર્ષની બાળકી સાથે નિંદનીય કૃત્ય કર્યું