Site icon

હેપેટાઇટિસ-સી વાયરસની દવા શોધનાર આ ત્રણ વૈજ્ઞાનિકોને મળ્યો નોબલ પુરસ્કાર… જાણો વિગતે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

05 ઓક્ટોબર 2020

સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં મેડિસિનના ક્ષેત્રમાં નોબલ પ્રાઇઝની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષનો નોબલ પ્રાઇઝ હાર્વે અલ્ટર, માઇકલ હોઉગટન અને ચાર્લ્સ રાઇસને આપવામાં આવ્યો છે. આ વૈજ્ઞાનિકોને હેપિટાઇટીસ સી વાયરસની શોધ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. દરમિયાન નોબલ એવોર્ડ આપનારી સંસ્થાએ કહ્યું છે કે આ વર્ષે આ એવોર્ડ લોહીમાંથી જન્મતા હેપિટાઇટિસ સામેની લડાઇમાં યોગદાન આપવા માટે ત્રણેય વૈજ્ઞાનિકોને આપવામાં આવ્યો છે. સંસ્થાએ આગળ કહ્યું હતું કે હેપિટાઇટિસથી દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકોને સિરોસીસ અને લીવર કેન્સર થાય છે. ત્રણેય વૈજ્ઞાનિકોએ એક નોવલ વાયરસની શોધમાં મૂળભૂત સંશોધન કર્યું હતું જેનાથી હેપિટાઇટિસ સીની ઓળખ થઇ શકી હતી .

વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ પ્રમાણે વિશ્વમાં 7 કરોડ હિપેટાઇટિસના કેસ છે અને દર વર્ષે આ રોગને કારણે 4 કરોડ લોકો મૃત્યુ પામે છે. આ રોગને ક્રોનિક રોગ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને તે યકૃતના રોગો અને કેન્સરનું મુખ્ય કારણ છે. આ વર્ષે, કોરોના ચેપને કારણે, તબીબી ક્ષેત્રે આપવામાં આવેલા નોબેલ પુરસ્કારનું વિશેષ મહત્વ છે. કોરોના ચેપથી વિશ્વના તબીબી ક્ષેત્રમાં સંશોધનનું મહત્વ નિશ્ચિત છે.

નોંધનીય છે કે દર વર્ષે 12 ઓક્ટોબર સુધી 6 ક્ષેત્રોમાં નોબલ પુરસ્કાર આપવામાં આવે છે.  જેમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, સાહિત્ય, શાંતિ અને અર્થશાસ્ત્રનો સમાવેશ થાય છે. આ નોબેલ પ્રાઇઝમાં 10 કરોડ સ્વીડિશ ક્રોનોર અને ગોલ્ડ મેડલ અપાય છે. આ એવોર્ડ સ્વિડનના વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબલની યાદમાં આપવામાં આવે  છે, જેમણે 124 વર્ષ પહેલાં એક ભંડોળ બનાવ્યું હતું, આ ભંડોળમાંથી આ એવોર્ડ વિશ્વની મહત્વપૂર્ણ શોધો માટે આપવામાં આવે છે.

Iran Nuclear Radiation Alert: ઈરાન પર પરમાણુ વાદળો ઘેરાયા! IAEA અને તેહરાન વચ્ચે સંપર્ક તૂટતા ખળભળાટ; રેડિયેશનના લીધે લાખો લોકો પર મોટું જોખમ’.
Global Conflict Escalates: હવે બચવું મુશ્કેલ! અમેરિકા અને બ્રિટન સહિતની પંચશક્તિનો ઈરાન પર કહેર; મિસાઈલ અડ્ડાઓ પર ગમે ત્યારે થઈ શકે છે મોટો હુમલો.
US F-15 Crash Kuwait 2026: અકસ્માત કે હુમલો? કુવૈતમાં અમેરિકાનું F-15 વિમાન આગના ગોળામાં ફેરવાયું; ઈરાનના દાવાથી પેન્ટાગોનમાં મચી હલચલ.
PM Modi Call to Netanyahu: શું ભારત રોકશે ઈઝરાયેલ-ઈરાન મહાયુદ્ધ? પીએમ મોદી અને નેતન્યાહુ વચ્ચે મહત્વની ચર્ચા; ખાડી દેશોમાં શાંતિ માટે ભારતનો માસ્ટરપ્લાન..
Exit mobile version