ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 17 ડિસેમ્બર 2021
શુક્રવાર.
નોર્થ કોરિયાના ભેજાગેપ તાનાશાહ કિમ જોંગે દેશના નાગરિકો પર 11 દિવસ માટે હસવા પર, દારૂ પીવા પર અને ખરીદી કરવા પર પ્રતિબંધ મુકયો છે.
કિમ જોંગે પોતાના પિતા કિમ જોંગ ઈલની 10મી પુણ્યતિથિએ આ આદેશ બહાર પાડ્યો છે.
શુક્રવારથી લઈને બીજા 11 દિવસ સુધી દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
આ 11 દિવસના શોક દરમિયાન જો કોઈ નાગરિકનુ મોત થશે તો તેના પરિવારજનોને રડવાની પણ મંજૂરી નહીં મળે.
આ સિવાય મૃતદેહનો અંતિમ સંસ્કાર પણ 11 દિવસના શોક બાદ કરવામાં આવશે.શોકના સમયમાં લોકો જન્મ દિવસ પણ નહીં ઉજવી શકે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયાના ક્રૂર સરમુખત્યાર કિમ જોંગ ઇલનું 17 ડિસેમ્બર 2011ના રોજ 69 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેમણે 17 વર્ષ સુધી દેશ પર શાસન કર્યું.
ઉત્તર મુંબઈના આ ધારાસભ્યને હનીટ્રેપમાં ફસાવવાનો કારસો. હવે મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન. જાણો વિગત..