News Continuous Bureau | Mumbai
ઉત્તર કોરિયા(North Korea) એ કોરિયન દ્વીપકલ્પના પૂર્વી અને પશ્ચિમી તટ નજીક 10 થી વધુ મિસાઈલો(billastic Missle) છોડી છે. મિસાઈલ છોડવાને કારણે દક્ષિણ કોરિયા (South Korea)થી લઈને જાપાન(Japan) સુધી હડકંપ મચી ગયો છે. આ પછી જાપાનમાં રેડ સાયરન(red Siren) વાગવા લાગ્યા તો બીજી તરફ સાઉથ કોરિયા પણ ભડક્યું હતું.
north korea missile Test, More than 10 missiles fired says south korea pic.twitter.com/i1A1ay9Rtw
— Technical Astra (@kishanchand_89) November 2, 2022
ઉત્તર કોરિયાના મિસાઈલ પ્રક્ષેપણથી પૂર્વ એશિયામાં યુદ્ધનો ખતરો વધી ગયો છે. બેલેસ્ટિક મિસાઈલ દક્ષિણ કોરિયાના જળસીમા નજીક પડ્યાના થોડા સમય બાદ ઉત્તર કોરિયા દ્વારા ઓછામાં ઓછી 10 અલગ-અલગ પ્રકારની બેલેસ્ટિક મિસાઈલો છોડવામાં આવી હતી. સૌ પ્રથમ સિઓલ સૈન્યએઆની પુષ્ટિ કરી હતી. જો કે આ ટૂંકા અંતરની SRBM મિસાઈલો કોઈ વસ્તીવાળા વિસ્તારમાં પડી ન હતી પરંતુ પૂર્વ સમુદ્રમાં પડી હતી. જેના કારણે કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી.
આ સમાચાર પણ વાંચો : માનખુર્દ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી- ચાલુ ટ્રેનમાંથી પડ્યા માતા-પુત્ર- ટ્રેન નીચે ફસાઈ તે પહેલા જ RPF જવાને આ રીતે બચાવ્યા- જુઓ વિડીયો