ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
30 સપ્ટેમ્બર 2020
અમેરિકાના જાણીતા ઉદ્યોગપતિ એલન મસ્કએ કહ્યું છે કે જો કોરોનાની રસી સોધાશે તો પણ તેઓ એ મુકાવશે નહીં. એલન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિની યાદીમાં શામેલ છે અને તે વિશ્વના પાંચમાં ધનિક વ્યક્તિ છે. તેઓ સ્પેસએક્સ અને ટેસ્લા નામની કંપનીના માલિક છે. આ ઉપરાંત પણ તેઓ, કોરોના વિશેના તેમના નિવેદનોને લઈ હંમેશા ચર્ચામાં રહયાં છે. હવે કોરોના રસી અંગે નિવેદન આપી તેઓની ચર્ચા થઈ રહી છે.
ઉદ્યોગપતિ એલન મસ્કએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમને અને તેમના પરિવારને કોરોનાથી કોઈ જોખમ ન હોવાથી તેમને રસી આપવામાં નહીં આવે. નોંધપાત્ર વાત એ છે કે કોરોના સંકટને કારણે યુનાઇટેડ સ્ટેટ્સમાં લોકડાઉન જાહેર હતું પરંતુ આ દરમિયાન પણ તેમની ટેસ્લા ફેક્ટરી ચાલુ હતી.. તેમનો અભિપ્રાય છે કે કોરોના વાયરસને રોકવા માટે લેવામાં આવેલ લોકડાઉન અયોગ્ય અને અનૈતિક છે. કોરોના રોગચાળા દરમિયાન ઓફિસમાં આવતા જએ લોકોને અસુરક્ષિતતા લાગતી હતી, તેવા લોકોને તેમણે કાઢી મુક્યા હતાં. તેમનું કહેવું છે કે લોકડાઉન લાગુ કરવાને બદલે જોખમ અને ચેપગ્રસ્ત વ્યક્તિઓને અલગ રાખવાની જરૂર છે, એમ તેમણે ઉમેર્યું હતું.
જો કે, જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે હવે તેઓ રસીનો વિરોધ કેમ કરે છે, ત્યારે તેમણે કહ્યું કે, આપણને જે જોઈએ છે તે વિશે વિચારવાની જરૂર છે. કોરોનાને કારણે હાલમાં મૃત્યુનું લેબલ લગાવી રહી છે. જનતામાં ભય ફેલાયો છે. જો કે, તેમણે કહ્યું આ રોગથી કોઈ જોખમ નથી. મને અને મારા પરિવારને કોરોનાથી ડર લાગતો નથી, તેથી અમને રસી આપવામાં નહીં આવે તો પણ ચાલશે.. એમ એલન મસ્કએ કહ્યું હતું..
