News Continuous Bureau | Mumbai
ઝિમ્બાબ્વે(Zimbabwean)હાલ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આ દક્ષિણ આફ્રિકી(South Africa) દેશમાં મોંઘવારી ચરમસીમાએ છે. આંકડા જોવા જઈએ તો જૂનમાં અહીં મોંઘવારી(Inflation) દર ૧૯૨ ટકા પર પહોંચી ગયો હતો. જે સૌથી વધુ છે. જેનું એક કારણ યુક્રેન-રશિયા યુદ્ધ(Ukraine-Russia war) પણ છે. યુદ્ધના કારણે ઘરેલુ જરૂરિયાતોના ભાવ આસમાને પહોંચી ગયા છે. રિપોર્ટ્સ મુજબ બે દાયકામાં બેંકોમાં રોકાણ(Investment in bank) કરનારાઓએ જમાપૂંજી ગુમાવી દીધી છે. આવામાં લોકો પાસે રોકાણ(Investment) કરવા માટે બહુ વિકલ્પ બચ્યા નથી. અહીં બેંકોની હાલત પણ ખરાબ થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં લોકો સુરક્ષિત રોકાણની તકો શોધી રહ્યા છે.
જોકે ઝિમ્બાબ્વે(Zimbabwe)ની આ હાલત રાતોરાત નથી થઈ. છેલ્લા બે દાયકાથી અહીં ફુગાવામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. દેશની કરન્સી પર હવે લોકોનો ભરોસો ખતમ થઈ ચૂક્યો છે. આવી હાલતમાં દેશમાં લોકો એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં તેમના પૈસા સુરક્ષિત() રહે. ડોયચે વેલેએ પોતાના રિપોર્ટ સિલ્વરબેંક એસેટ મેનેજર્સ(Silverbank asset managers)ના સીઈઓ ટેડ એડવર્ટ્સના હવાલે જણાવ્યું છે કે, ઝિમ્બાબ્વેમાં ખરાબ હાલત વચ્ચે લોકો પશુમાં રોકાણ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : યાત્રીગણ કૃપયા ધ્યાન દે- રવિવારે WRમાં આ બે સ્ટેશનો વચ્ચે રહેશે પાંચ કલાકનો જમ્બો બ્લોક-જાણો વિગત
વાત જાણે એમ છે કે ગાયો(cow)માં રોકાણ એક સુરક્ષિત વિકલ્પ (secure option) છે. તેમની કંપની પશુ(animals)ઓ પર આધારિત એક યુનિટ ટ્ર્સ્ટ છે. તેમનું કહેવું છે કે કેટલીક એસેટ મેનેજમેન્ટ કંપનીઓ પશુઓમાં રોકાણ દ્વારા પૈસા બનાવવાનો પરંપરાગત રીત લઈને આવી છે. ઉદાહરણ તરીકે એડવર્ડ્સની કંપનીએ મોંબે મારી નામ()થી એક યુનિટ ટ્રસ્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (Investment Fund) બનાવ્યું છે. જેમાં રોકાણ કરવા માટે લોકો સ્થાનિક કરન્સી(local currency)નો પણ ઉપયોગ કરી શકે છે. તેમનું કહેવું છે કે મોંઘવારીના આ દોરમાં લોકો માટે ગાયોમાં રોકાણ કરવું નફાનો સોદો સાબિત થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પશુઓમાં રોકાણે મોંઘવારી(Inflation)ના મારને પણ સહન કરી લીધો છે.
મહત્વનું છે કે ઝિમ્બાબ્વેની એક મોટી વસ્તી પશુપાલનના ભરોસે છે. આવામાં આ જ તેમની જમાપૂંજી છે. અહીંના ખેડૂતોનું માનવું છે કે પશુઓમાં રોકાણ કરવું તેમના માટે ક્યારેય ખોટનો સોદો સાબિત થયો નથી. પશુઓમાંથી દૂધ, ગોબર વગેરે તો મળે જ છે. કિંમત વધતા તેમને વેચવાનો પણ વિકલ્પ રહે છે. મોંઘવારીના દોરમાં પણ પશુઓની કિંમત જળવાઈ રહે છે. આ સાથે જ પ્રજનન બાદ પણ પશુઓની કિંમત વધી જાય છે. એટલે કે દર વર્ષે સરેરાશ એક વાછરડાનો જન્મ થાય છે. જે વ્યાજ સમાન જ છે.
આ સમાચાર પણ વાંચો : ભારતની તમામ ભાષાઓની જનની સંસ્કૃત નહીં બને ભારતની રાષ્ટ્રભાષા- સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી અને પુછ્યો આ સવાલ