News Continuous Bureau | Mumbai
ઇતિહાસમાં પ્રથમ વખત બ્રિટનના વર્કફોર્સમાં મહિલાઓની સંખ્યા પુરૂષો કરતા વધારે થઈ ગઇ છે. હવે અહીં બેરોજગાર પુરૂષો પણ મહિલાઓ કરતા વધારે થયા છે. બીજી બાજુ, બ્રિટનમાં નોકરી કરતી વસતી વૃદ્ધ થઇ રહી છે. દેશમાં કર્મચારીઓની અછત છે. કોરોનાકાળ લોકોએ નિર્ધારિત સમય કરતા પહેલા જ નિવૃતિ લઇ લીધી હતી. કેટલાકે બીમારીના કારણે તો કેટલાકે કામ નહીં કરવાની ઇચ્છાથી નોકરી છોડી દીધી છે. બાદ 50થી 64 વર્ષના લાખો બ્રિટન માટે સૌથી મોટી સમસ્યા 18થી 24 વર્ષનાં એ 17 લાખ યુવકો છે, જે કામ કરવા ઇચ્છુક નથી. તેમની પાસે કોઇ નોકરી નથી, અને ભવિષ્યમાં નોકરી કરવા ઇચ્છુક પણ નથી.
આ ભણતા પણ નથી. તેમને લાગે છે કે, તેમના માતા-પિતાએ એટલી સંપત્તિ એકત્રિત કરી લીધી છે જેના આધારે તેમનુ જીવન સરળ રીતે પસાર થઇ જશે. બ્રિટનના ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આ વર્ષના ઓક્ટોબર સુધીના આંકડા મુજબ અહીં 18થી 24 વર્ષના 31.9 ટકા યુવકો કોઇ પણ પ્રકારનું આર્થિક યોગદાન આપતા નથી. રિઝોલ્યુશન ફાઉન્ડેશનનાં અર્થશાસ્ત્રી લુઇસ મર્ફી કહે છે કે- આ જોવામાં આવ્યુ છે કે જે લોકો કેરિયરની શરૂઆતમાં જ કોઇ કામ કરતા નથી તેમને મોડેથી નોકરી અથવા તો કોઇ પ્રકારની આર્થિક ગતિવિધિમાં વધારે સમય સુધી રોકવાની બાબત શક્ય હોતી નથી. આ પણ જોવામાં આવ્યુ છે કે, 12 મહિના સુધી સતત બેરોજગાર રહેનાર લોકો પૈકી માત્ર 30 ટકા લોકો જ ફરી કામ શોધે છે. સિટી એન્ડ ગાઇડ્સનાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બ્રિટનનાં દરેક દસમાં યુવકે ક્યારેય કામ શોધવાના પ્રયાસ કર્યા નથી. બ્રિટનમાં 24 વર્ષ સુધીના 43 ટકા યુવકો પોતાના માતા-પિતાની સાથે રહે છે. બ્રિટનમાં મોંધવારી ઝડપથી વધી છે પરંતુ સેલરી મોંઘવારીના સરેરાશમાં વધી નથી. જેના લીધે પણ યુવાનો નોકરીથી દૂર ભાગી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: કોરોનાના વધતા ખતરા ગુજરાત એલર્ટ! આ પર્યટક સ્થળ પર જતાં પ્રવાસીઓ માટે ગાઈડલાઈન જાહેર
ઓછા પગારદાર લોકોની બઢતીની સંભાવના પણ ઓછી હોય છે. જ્યાં 1970માં ઓછી વયના યુવકો 13 ટકા હતા, હવે વધીને બેગણા 26 ટકા થયા છે. સરવે મુજબ, માત્ર 20 ટકા યુવાનોને પોતાનું કામ પસંદ છે.