રશિયા-યુક્રેન યુદ્ધ તમારા ખિસ્સા પર પડશે મોંઘુ, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે; આટલા રૂપિયાનો વધારો શક્ય છે. 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,         

શુક્રવાર

ગુરુવારે રશિયાએ યુક્રેન પર હુમલો કરતા જ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 103 ડોલર સુધી પહોંચી ગઈ હતી. 

છેલ્લા અઢી મહિનામાં કાચા તેલની કિંમતમાં 27 ટકાનો વધારો થયો છે. તેમ છતાં સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ માં વધારો કર્યો નથી.

હવે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પૂરી થતાં જ તેલની કિંમતોમાં વધારો થવાની શક્યતા પ્રબળ બની છે. 

આવી પરિસ્થિતીમાં સ્થાનિક તેલ કંપનીઓ ડીઝલ અને પેટ્રોલના ભાવમાં 15 રૂપિયા પ્રતિ લિટર સુધીનો વધારો કરી શકે છે.

રશિયાનો જોરદાર હુમલો. યુક્રેનનું આ અણુમશક કબજામાં લીધું. વિશ્વ સ્તબ્ધ. જાણો વિગતે.
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More