News Continuous Bureau | Mumbai
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક્સ 2024 માટે બે અઠવાડિયા કરતાં પણ ઓછો સમય બાકી છે. પરંતુ આ મેગા ઈવેન્ટ પહેલા તૈયારીઓને લઈને મોટો વિરોધ ઉભો થયો છે. 100 વર્ષથી ગંદી ગણાતી સીન નદીને ( Seine River ) લઈને હાલ હોબાળો થયો હતો, જેના જવાબમાં પેરિસના મેયરે નદીમાં કૂદકો મારીને તર્યા હતા. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી શરૂ થશે. ટુર્નામેન્ટ દરમિયાન મેરેથોન સ્વિમિંગ અને ટ્રાયથલોન જેવી સ્પર્ધાઓ સીન નદીમાં યોજાવાની છે.
ઓલિમ્પિક ( Paris Olympics ) પહેલા લોકોએ સીન નદીને લઈને ઉગ્ર વિરોધ કર્યો હતો. આખા શહેરમાં તેના પર હોબાળો થયો એટલું જ નહીં, લોકોએ તેમાં યુરિન કરવાની ધમકી પણ આપી હતી. આવા વિરોધને રોકવા માટે, 65 વર્ષીય પેરિસના મેયર ( Paris Mayor ) એની હિડાલ્ગોએ ( Anne Hidalgo ) તેમાં ડૂબકી લગાવી. એટલું જ નહીં, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પણ પેરિસ ઓલિમ્પિક પહેલા આ નદીમાં તરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.
Paris Olympics 2024: વિરોધને ડામવા માટે મેયર સીન નદીમાં કૂદી પડ્યા હતા..
વિરોધને ડામવા માટે મેયર સીન નદીમાં કૂદી પડ્યા હતા. ત્યારે કડક સુરક્ષા જોવા મળી હતી. તેની આસપાસ 7 બોટ હાજર હતી અને તેની સાથે સ્વિમિંગ એક્સપર્ટ પણ જોવા મળ્યા હતા. મેયરે સાબિત કર્યું કે નદી ઓલિમ્પિક ઈવેન્ટ્સ યોજવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. નદીને ગંદી કહેનારાઓને તેમણે ચૂપ કરી દીધા છે.
La Maire de Paris s’est baignée dans la Seine à quelques jours des #JeuxOlympiques.
Jacques Chirac en avait rêvé, Anne Hidalgo l’a fait ! Chose promise, chose due.
Ce sera un formidable héritage pour les Parisiens. Y compris à #Paris15 où il y aura bientôt un site de baignade pic.twitter.com/rArQPo4dLQ
— Anouch Toranian (@AnouchToranian) July 17, 2024
આ સમાચાર પણ વાંચો : Mumbai Metro 3 : શું 24 જુલાઈથી શરૂ થશે અંડરગ્રાઉન્ડ ‘મેટ્રો 3’?; ભાજપ નેતા વિનોદ તાવડેએ ટ્વિટ કર્યું, પછી ડિલીટ કર્યું; જાણો શું કહે છે MMRCL
વાસ્તવમાં, પેરિસની આ સીન નદી ઘણા વર્ષોથી ગંદી માનવામાં આવે છે. આ જ કારણ છે કે અહીં 100 વર્ષ સુધી સ્વિમિંગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે ફ્રાન્સની સરકારે પેરિસ ઓલિમ્પિક માટે આ નદીમાં મેરેથોન સ્વિમિંગ અને ટ્રાયથ્લોન જેવી કેટલીક ઈવેન્ટ્સનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે.
Paris Olympics 2024: સીન નદીને સાફ કરવા માટે 1.4 અબજ યુરોથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો…
આવી સ્થિતિમાં, સીન નદીને સાફ કરવા માટે 1.4 અબજ યુરો (લગભગ 12.54 હજાર કરોડ રૂપિયા)થી વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો. આ હોવા છતાં, પેરિસના ઘણા લોકો માને છે કે નદી હજી પણ ખૂબ ગંદી છે અને તેઓ તેના વિશે ગુસ્સે છે. તેમનું માનવું છે કે આ નદી હજુ પણ ઓલિમ્પિક ગેમ્સ યોજવા તૈયાર નથી.
લોકો પણ આનાથી હાલ નારાજ છે કારણ કે તેઓ માને છે કે નદીની સફાઈ માટે અન્ય મુદ્દાઓની અવગણના કરવામાં આવી હતી. નદીની સફાઈ માટે જરૂરી બાકીના બજેટમાં કાપ મુકવામાં આવ્યો હતો. આટલું કરવા છતાં કોઈ ફાયદો થયો નથી અને નદી હજુ પણ ગંદી છે. જ્યારે અનેક સંસ્થાઓએ પણ આનો વિરોધ કર્યો અને સીન નદીમાં યુરિય કરવાની ચીમકી આપી ત્યારે હવે સરકાર એક્શનમાં આવી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)