Oman Coast Cargo Ship Attack ઓમાન કિનારે ભારતીય માલવાહક જહાજ પર ડ્રોન હુમલો ગુજરાતના ખલાસીનું કરુણ મોત, ૧૩ સભ્યોનો આબાદ બચાવ

Oman Coast Cargo Ship Attack ૧૪ ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા, ઓમાન કોસ્ટ ગાર્ડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું, દેવભૂમિ દ્વારકા પંથકમાં શોકનું મોજું

by kalpana Verat
Oman Coast Cargo Ship Attack  ઓમાન કિનારે ભારતીય માલવાહક જહાજ પર ડ્રોન હુમલો ગુજરાતના ખલાસીનું કરુણ મોત, ૧૩ સભ્યોનો આબાદ બચાવ

 

News Continuous Bureau | Mumbai

Oman Coast Cargo Ship Attack પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે ઓમાનના દરિયાકાંઠે (Oman Coast) ભારતીય ધ્વજ ધરાવતા માલવાહક જહાજ ‘એમએસવી અલ જુસુફી’ (MSV Al Jusufi) પર અજાણ્યા હવાઈ ઉપકરણ કે ડ્રોન દ્વારા ભયાનક હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા બાદ જહાજમાં આગ લાગી ગઈ હતી, જેમાં સવાર કુલ ૧૪ ભારતીય ખલાસીઓ પૈકી ગુજરાતના એક નાવિકનું ગંભીર ઇજાઓ થવાથી દુઃખદ અવસાન થયું છે. ઘટનાની જાણ થતાં જ ઓમાન કોસ્ટ ગાર્ડે (Oman Coast Guard) તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરીને અન્ય ૧૩ ભારતીય ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે આ બનાવની સત્તાવાર પુષ્ટિ કરી છે.

Oman Coast Cargo Ship Attack – ગુજરાતના ખલાસીનું મોત, ૧૩ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત રેસ્ક્યુ

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે (Sarbananda Sonowal) સોશિયલ મીડિયા પર આ દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ૨ નવેમ્બરના રોજ ઓમાન તટ નજીકથી પસાર થઈ રહેલા ભારતીય જહાજ પર અજ્ઞાત હવાઈ વસ્તુ અથડાતાં આ વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં ગુજરાતના રહેવાસી એવા ખલાસી ગંભીર રીતે ઘાયલ થયા બાદ દમ તોડી દીધો હતો. જ્યારે બાકીના ૧૩ ભારતીય ખલાસીઓને ઓમાની સુરક્ષા દળોએ સમયસર બહાર કાઢીને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા છે. ભારતીય દૂતાવાસ સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન સાધીને બચી ગયેલા નાવિકોને તમામ સહાય પૂરી પાડી રહ્યું છે.

Oman Coast Cargo Ship Attack – દેવભૂમિ દ્વારકા અને સલાયાના વહાણવટી પરિવારોમાં ચિંતા

આ માલવાહક વહાણ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા અને સલાયા (Salaya, Devbhumi Dwarka) બંદર સાથે સંકળાયેલું હોવાનું સામે આવ્યું છે. જહાજ પર હુમલાના સમાચાર વાયુવેગે ફેલાતાં સલાયા, માંડવી અને ખંભાળિયા પંથકમાં વસતા ખલાસીઓના પરિવારોમાં ભારે ચિંતા અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઈન્ડિયન સેઈલિંગ વેસલ્સ એસોસિએશને (ISVA) આ મામલે કેન્દ્રીય વિદેશ મંત્રાલય અને ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસનો તાકીદે સંપર્ક કર્યો છે અને તમામ બચી ગયેલા ૧૩ ભારતીય ખલાસીઓને સત્વરે સ્વદેશ પરત લાવવા તેમજ મૃતકના પાર્થિવ દેહને ભારત લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવવા વિનંતી કરી છે.

Oman Coast Cargo Ship Attack – ગલ્ફ ક્ષેત્રમાં ભારતીય નાવિકોની સુરક્ષા સામે ગંભીર સવાલ

પશ્ચિમ એશિયા અને હોર્મુઝ સામુદ્રધુની પટ્ટામાં અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે કોમર્શિયલ જહાજો પરના હુમલાઓ સતત વધી રહ્યા છે. આ સંઘર્ષના કારણે અત્યાર સુધીમાં અનેક ભારતીય નાવિકોએ જીવ ગુમાવ્યા છે, જેનાથી આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતીય વેપારી જહાજો અને નાવિકોની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે. ભારતના વિદેશ મંત્રાલયે આ પ્રકારના હુમલાઓને અસ્વીકાર્ય ગણાવતાં વૈશ્વિક મંચો પર નાવિકોની સામૂહિક સુરક્ષા (Collective Security of Seafarers) સુનિશ્ચિત કરવા અપીલ દોહરાવી છે.

👉 આ સમાચાર વાચો:
India Vs Pakistan World Cup 2027 ફાઇનલ મેચ કરતાં પણ ભારતપાક લીગ મેચનો ક્રેઝ બમણો! ICC ના ઈતિહાસમાં પ્રથમવાર ૧૨ કરોડથી વધુ ટિકિટોની માગ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More