ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જાન્યુઆરી 2022
સોમવાર.
વિશ્વભરમાં કોરોનાની ત્રીજી લહેર લોકોને ખૂબ જ ઝડપથી સંક્રમિત કરી રહી છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના ઘણા કેસ સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વેરિઅન્ટ ડેલ્ટા કરતા ઓછું ખતરનાક છે પરંતુ તે વધુ ચેપી છે. આ વાતો વચ્ચે કોરોના અને ઓમીક્રોન એ બંને અલગ મહામારી હોવાનો દાવો વૈજ્ઞાનિકે કર્યો છે.
અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે ઓમીક્રોન એ કોરોના વાયરસનો જ વેરિયન્ટ છે. પરંતુ કોરોના અને ઓમીક્રોન એ બંને સ્વતંત્ર મહામારી હોવાનો દાવો વિષાણુના વૈજ્ઞાનિક ડો.ટી.જેકબ જોને કર્યો છે.
વૈજ્ઞાનિક ડો.જેકબના દાવા મુજબ કોરોનાના વુહાન-ડી 614 જી, અલ્ફા, બિટા, ગેમા, ડેલ્ટા, કપ્પા, મ્યૂ આ વેરિયન્ટમાથી ઓમાઈક્રોનની નિર્મિતી થઈ નથી.
ડો.જેકબના કહેવા મુજબ ઓમાઈક્રોનને કારણે જ ત્રીજી લહેર આવી છે અને ઓમાઈક્રોન એ એલગ સ્વતંત્ર મહામારી છે.