ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 7 ડિસેમ્બર 2021
મંગળવાર
ન્યૂયોર્ક રાજ્યમાં ઓમિક્રોનના વધુ સાત કેસ ન્યૂયોર્ક સિટીમાં નોંધાયા છે. અન્ય એક કેસ સુફોલ્ક કાઉન્ટીમાંથી આવ્યો છે. ઓમિક્રોનના કેસ એવા સમયે સામે આવી રહ્યા છે જ્યારે રાજ્યમાં હોસ્પિટલો પર કોરોના વાઈરસના વધતા કેસના કારણે પહેલાથી જ દબાણ છે અને તે કર્મચારીઓની અછતનો સામનો કરી રહી છે. હોસ્પિટલોમાં દાખલ મોટાભાગના દર્દીઓ ડેલ્ટા સ્વરૂપના છે.ન્યૂ યોર્કમાં કોરોના સંક્રમિતોની દૈનિક સંખ્યા છેલ્લા ૩૦ દિવસમાં બમણી થઈ ગઈ છે. બીજીબાજુ રશિયામાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. રશિયન સરકારે જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં ૮૫ ક્ષેત્રોમાં કોરોનાના નવા ૩૨,૬૦૨ કેસ સામે આવ્યા છે અને વધુ ૧,૨૦૬ લોકોના મોત થયા છે. મોસ્કોમાં ૩,૩૦૧ અને સેન્ટ પિટર્સબર્ગમાં ૨,૪૨૦ નવા કેસ સામે આવ્યા છે. રશિયામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૨,૮૧,૨૭૮ થયો છે. ફિલિપાઈન્સમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૬૦૩ કેસ સામે આવ્યા છે અને વધુ ૧૫૬નાં મોત નીપજ્યાં છે. ફિલિપાઈન્સમાં સતત ૧૨મા દિવસે કોરોનાના ૧,૦૦૦થી ઓછા કેસ નોંધાયા છે. અહીં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૪૯,૩૮૬ થયો છે. પાકિસ્તાનમાં કોરોનાના ૩૭૨ કેસ સામે આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં કુલ ૧૨,૮૬,૮૨૫ કેસ નોંધાયા છે, જેમાંથી ૧૨,૪૫,૬૦ દર્દીઓ સાજા થયા છે. પાકિસ્તાનમાં હજુ ૮૫૪ લોકોની સ્થિતિ ગંભીર છે. કુલ મૃત્યુઆંક વધીને ૨૮,૭૬૭ થયો છે.દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલાં મળી આવેલા ઓમિક્રોન વેરિઅન્ટના વિશ્વભરમાં કેસ વધી રહ્યા છે. અમેરિકાના ન્યૂયોર્કમાં ઓમિક્રોન વેરિઅન્ટના વધુ ત્રણ કેસ સામે આવ્યા હતા, જેને પગલે ઓમિક્રોનથી સંક્રમિત કેસની સંખ્યા વધીને આઠ થઈ ગઈ છે. આ સિવાય અમેરિકામાં ઓમિક્રોનના પહેલા કેસ સામે આવ્યા હોય તેવા રાજ્યોની સંખ્યા પણ વધી છે. બીજીબાજુ રશિયામાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૫ ક્ષેત્રોમાં કોરોનાના નવા ૩૨,૬૦૨ કેસ નોંધાયા છે અને વધુ ૧૨૦૬નાં મોત નીપજ્યાં છે. ન્યૂયોર્ક સ્વાસ્થ્ય કમિશનર મૈરી બેસેટે જણાવ્યું કે, ઓમિક્રોન સંક્રમણ અહીં ફેલાયો છે અને હવે તેના કેસમાં વધારો થઈ રહ્યો હોવાનું જાેવા મળી રહ્યું છે. અમેરિકાના મેસેચ્યુસેટ્સ અને વોશિંગ્ટનમાં ઓમિક્રોન વેરિઅન્ટના પહેલા કેસ નોંધાયા હતા. આગલા દિવસે ન્યૂ જર્સી, જ્યોર્જિયા, પેન્સિલવેનિયા અને મેરીલેન્ડમાં કોરોના વાઈરસના નવા વેરિઅન્ટના કેસ સામે આવ્યા હતા. મિસૌરીમાં પણ સંભવતઃ ઓમિક્રોનનો કેસ નોંધાયો હોવાની શક્યતા છે. આ સિવાય નેબ્રાસ્કા, મિનેસોટા, કેલિફોર્નિયા, હવાઈ, કોલોરાડો અને યુટામાં પણ ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે.
શું ફરીથી વિશ્વમાં ઓમિક્રોનને નિયંત્રણ કરવા લોકડાઉન લાગશે? આગામી સપ્તાહે થશે ફેંસલો; જાણો વિગતે