ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર, 2021
મંગળવાર
દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા ઓમિક્રોન વાયરસ ઝડપથી પ્રસાર થઈ રહ્યો છે. જોકે વૈજ્ઞાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે કારણ કે દર્દીના શરીરમાં કોરોના વાયરસનું આ નવું સ્વરૂપ સરળતાથી શોધી શકાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે RT-PCR ટેસ્ટમાં વાયરસ સરળતાથી શોધી શકાય છે પરંતુ, તપાસમાં એવી શંકા પણ સામે આવી છે કે ઓમિક્રોન ડેલ્ટા વાયરસ કરતા વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
ઓમિક્રોન વાયરસમાં આનુવંશિક ઘટક 'એસ' જોવા મળતું નથી, જે તપાસ પ્રક્રિયાને વધુ સરળ બનાવે છે. તેથી અમેરિકામાં ઓમિક્રોનની શોધ માટે વેગથી કોરોના ટેસ્ટ શરૂ છે. જોકે, વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે ઓમિક્રોનથી મૃત્યુઆંક કેટલો વધશે તેની ચોક્ક્સ માહિતી મળવાની હજુ બાકી છે.
દર્દીના નાકના પ્રવાહી (મ્યુકસ)ને નળી દ્વારા લેવામાં આવે છે. આ પ્રવાહી (સ્ક્લેમા) ચોક્કસ રાસાયણિક પદાર્થમાં નાખવામાં આવે છે. આખી પ્રક્રિયામાં ઓછામાં ઓછા 12 કલાકનો સમય લાગે છે. આ પ્રક્રિયા પછી દર્દી કોરોનાગ્રસ્ત છે કે નહીં તે સમજી શકાય છે. PCR મશીનમાં મ્યુકસને ચોક્કસ રસાયણમાં નાખ્યા પછી 'S' નામનો આનુવંશિક ઘટક દેખાતો નથી. આનુવંશિક પરિબળ મળ્યા પછી ડેલ્ટા વાયરસનું નિદાન થાય છે. S આનુવંશિક પરિબળની ગેરહાજરીને લીધે, સ્ક્રીનીંગ પ્રક્રિયા વહેલી પૂરી થાય છે અને દર્દીની કોરોનાગ્રસ્ત હોવાનું ટેસ્ટમાં નિદાન થાય ત્યારે ઓમિક્રોન વાયરસનો ચેપ લાગ્યો છે. તેની જાણ થાય છે.
ભારતમાં ઓમિક્રોન વાયરસની અસર વિશેનો અભ્યાસ શરૂ છે. નેશનલ ટાસ્ક ફોર્સ કમિટીના સભ્ય ડો.રાહુલ પંડિતે મીડિયાને સમજાવ્યું કે આ અભ્યાસ શરીરની રોગપ્રતિકારક શક્તિ પર વાયરસની શું અસર થાય છે. તેનો અભ્યાસ કરી રહ્યા છીએ. ડેલ્ટા વાયરસની ઝડપ પ્રથમ કોરોના વાયરસની ઝડપ કરતા બમણી હતી, પરંતુ ઓમિક્રોન ડેલ્ટા કરતા પણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે.