આશાનુ કિરણ! સા.આફ્રિકામાં 50 દિવસ બાદ આવ્યો ઓમિક્રોન કાબુમાં, હવે ઘટવા માંડ્યા કેસ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,31 ડિસેમ્બર 2021

શુક્રવાર.

કોરોનાના નવા વેરિએન્ટના કારણે ભારત સહિતના અનેક દેશો ચિંતામાં છે ત્યારે સા. આફ્રિકામાં હવે ઓમિક્રોનના ઘટી રહેલા કેસથી દુનિયાને આશાનુ કિરણ દેખાયુ છે.

સા. આફ્રિકાએ માત્ર પચાસ જ દિવસમાં ઓમિક્રોન પર કાબૂ મેળવી લીધો છે. 

શરુઆતના ચાર સપ્તાહ સુધી તેનુ સંક્રમણ ચરમસીમા પર રહ્યા બાદ હવે છેલ્લા બે સપ્તાહથી કેસમાં કોઈ ઉછાળો જોવા મળ્યો નથી.

હવે આ દેશમાં સંક્રમણમાં 30 ટકાનો ઘટાડો થઈ ગયો છે. રોજના 11000 જેટલા કેસ સામે આવી રહ્યા છે. 

બેએક રાજ્યોને છોડતા અહીંયા સંક્રમણ ઘટી ગયુ છે અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પણ ઓછા થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે સૌથી પહેલા સાઉથ આફ્રિકામાં જ ઓમિક્રોન વેરિએન્ટ બહાર આવ્યો હતો.

UP માં ચૂંટણી અગઉ ઘેરાયા મોટા માથા, પિયૂષ જૈન બાદ હવે સપના આ MLCનાં ઘરે દરોડા; લૉન્ચ કર્યું હતું સમાજવાદી પરફ્યુમ
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment