Site icon

Pakistan: તો શું પાકિસ્તાનમાં પાછી ચૂંટણી થશે? ચૂંટણી કમિશનરના નિવેદન બાદ હોબાળો…

Pakistan: પાકિસ્તાનમાં ચૂંટણી પતી ગયા ના દસ દિવસ પછી પણ વિવાદ શાંત થયો નથી.

Once again election in Pakistan Rawalpindi Commissioner alleged fraud. Committee appointed.

Once again election in Pakistan Rawalpindi Commissioner alleged fraud. Committee appointed.

News Continuous Bureau | Mumbai

Pakistan: પાકિસ્તાનમાં રાવલપિંડીના કમિશનરે ( Rawalpindi Commissioner ) એવું નિવેદન આપ્યું છે કે જેને કારણે આખા પાકિસ્તાનમાં સનસનાટી મચી જવા પામી છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ખોટા સીલ ( False seal  ) અને ખોટી મત પેટીનો ( Wrong ballot box ) ઉપયોગ કરી અને ઉમેદવારોને જબરજસ્તી જીતાડી દેવામાં આવ્યા છે. આ કાળા કામમાં મુખ્ય ચૂંટણી કમિશનર ની ઓફિસ અને કોર્ટ પણ સામેલ છે. તેમણે આ નિવેદન આપ્યું ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે. 

Join Our WhatsApp Community

પાકિસ્તાન ચૂંટણીમાં ( Election ) ખરેખર શું થયું?

પાકિસ્તાનમાં આશરે દસ દિવસ પહેલા ચૂંટણી પતી ગઈ છે જેમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યો નથી. ઇમરાન ખાનની ( Imran Khan ) પાર્ટીને સૌથી વધુ સાંસદ સભ્યો મળ્યા છે પરંતુ તેઓની ( PTI ) પાર્ટી સરકાર બનાવી શકે તેમ નથી કારણ કે નવા શરીર અને ભૂટો હવે ગઠબંધન કરીને સરકાર બનાવવા જઈ રહ્યા છે. ઇમરાન ખાને પહેલા આરોપ કર્યો હતો કે ચૂંટણીમાં મોટા પાયે ધાંધલ ધમાલ થઈ છે હવે તેના પુરાવાઓ સામે આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Amit Shah: ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં અમિત શાહે વિપક્ષ પર સાધ્યું નિશાન, કહ્યું ચાર પેઢી સુધી નેતા બદલાતા નથી, તો દેશ કેવી રીતે..

પાકિસ્તાન ચૂંટણીમાં શું ગોલમાલ થઈ?

રાવલપિંડીના કમિશનરના કહ્યા મુજબ અનેક ઉમેદવારો 50 થી 60 હજાર મતથી હારી રહ્યા હતા તેઓને ખોટા સીલ અને ખોટા બેલેન્સ નો ઉપયોગ કરીને જીતાડવામાં આવ્યા છે જેને કારણે ખોટા ઉમેદવારો ચૂંટણી જીત્યા છે.

આમ પાકિસ્તાનમાં આ આરોપ પછી એક કમિટીની રચના કરવામાં આવી છે જે કમિટી ચૂંટણીમાં ગોલમાલ સંદર્ભે ચર્ચા કરશે. આ કમિટીનો શું રિપોર્ટ આવે છે તે જોવાનું મહત્વપૂર્ણ રહેશે. જોકે જે રીતે પાકિસ્તાનમાં લશ્કર પોતાનું ધાર્યું કરાવે છે તે મુજબ વધુ એક વખત ચૂંટણી થાય તેવું લાગતું નથી.

 

Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Exit mobile version