ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 જાન્યુઆરી 2022
બુધવાર.
દુનિયામાં જીવલેણ મહામારી કોરોનાનું સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તેમાં ઓમિક્રોનનો ફાળો સૌથી વધુ છે અને કોરોના કાળ શરુ થયા બાદ પ્રથમ વખત એકલા અમેરિકામાં જ છેલ્લા 24 કલાકમાં 10 લાખથી વધુ કોરોનાના કેસ નોંધાતા એક નવો રેકોર્ડ સર્જાયો છે અને ખાસ કરીને અમેરિકાના ન્યૂયોર્ક સિટી સહિતના વિસ્તારોમાં કોરોના સૌથી વધુ સંક્રમિત કરી રહ્યો છે.
દરરોજ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. મીડિયામાં પ્રકાશિત થયેલા રિપોર્ટ અનુસાર સોમવારે અમેરિકામાં ૧૦ લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. અગાઉના એક દિવસનો રેકોર્ડ લગભગ ૫,૯૧,૦૦૦ કોરોના કેસ હતા. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસના તાજેતરના આંકડાઓ અનુસાર, હાલમાં ૧,૦૩,૦૦૦ થી વધુ લોકો કોવિડ-૧૯ ને કારણે હોસ્પિટલમાં દાખલ છે. છેલ્લા ચાર મહિનામાં હોસ્પિટલમાં દાખલ થવાની આ સૌથી વધુ સંખ્યા છે. છેલ્લા સાત દિવસના સમયગાળામાં ઓમિક્રોન વેરિઅન્ટના વધતા વ્યાપ વચ્ચે દરરોજ સરેરાશ ૩,૨૦,૦૦૦ નવા કેસ નોંધ્યા છે. આ રીતે, એક અઠવાડિયામાં ૨૧ લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે.
ભારતમાં આવી ગઈ કોરોનાની ત્રીજી લહેર? મહામારીના દૈનિક કેસ આટલા લાખ નજીક; સૌથી વધુ આ રાજ્યમાં
કોરોના વાયરસનો ઝડપથી ફેલાતો ઓમિક્રોન પ્રકાર સૌપ્રથમ નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. વેરિઅન્ટના વધુ મ્યુટેશનને ધ્યાનમાં રાખીને, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ તેને ‘વેરિઅન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કર્યું. આફ્રિકા પર મુસાફરી પ્રતિબંધો હોવા છતાં, આ પ્રકારે યુરોપ, એશિયા અને અમેરિકા સહિતના ઘણા દેશોમાં દસ્તક આપી છે. વિશ્વભરના આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, ઓમીક્રોનનો ફેલાવો થવાની સંભાવના વધુ અમેરિકામાં છેલ્લા બે અઠવાડિયાથી કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.