ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑક્ટોબર, 2021
સોમવાર
ઈરાનમાં સ્ટેજ પર શપથ લઈ રહેલા પ્રાંતીય ગવર્નરને અચાનક એક શખ્સે સ્ટેજ પર લાફો ઠોકી દીધો હોવાનો બનાવ બન્યો હતો. લાફો મારવાનું કારણ જાણીને ચોંકી જવાશે. આ શખ્ય ફક્ત એટલા માટે નારાજ હતો કે તેની પત્નીને એક પુરુષ ડૉક્ટરે કોરોના વાયરસની વેક્સિન આપી હતી. શખ્સ પણ પાછો ગમે તે માણસ નહોતો, તે આર્મ ફોર્સનો સભ્ય હતો.
આ રાજ્યના સરકારી કર્મચારીઓનાં કાંડાં પર સ્માર્ટવૉચ બંધાશે : મુખ્ય પ્રધાનનો છે આવો હેતુ; જાણો વિગત
પશ્ચિમ ઈરાનના ભૂતપૂર્વ અજરબૈઝાન પ્રાંતના પ્રાંતીય ગવર્નર અબેદિન ખોર્રમ સ્ટેજ પર પોતાની સોગંધવિધિ પાર પાડી રહ્યા હતા ત્યારે સ્ટેજ પર ચઢી આવેલા આ શખ્સે તેમને તમાચો જડી દીધો હતો. સ્ટેજ પર માઇક ચાલુ હતું એટલે થપ્પડની ગુંજ પર પૂરા સ્ટૅડિયમાં સંભળાઈ હતી. અચાનક આ બનાવ બની ગયો હતો. આ પૂરા ઘટનાક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. જેની લોકો મજા લઈ રહ્યા છે.
Today at the introduction ceremony for the new governor of #Iran's East Azerbaijan Province Abedin Khorram, a man went up to the podium and slapped him in the face. pic.twitter.com/vyEFoBy8WA
— Iran International English (@IranIntl_En) October 23, 2021