ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
07 નવેમ્બર 2020
અમેરિકા વિશ્વનું સૌથી શક્તિશાળી દેશ કહેવાય છે. પરંતુ તાજેતરના એક સર્વેમાં જે જાણવા મળ્યું તે રોચક છે. સૌ જાણે છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીને લીધે અમેરિકાની ચર્ચા હાલ આખી દુનિયામાં છે. તેવા સમયે દુનિયા વિશે અમેરિકીઓની જાણકારી ખૂબ જ મર્યાદિત છે. 40% થી વધુ અમેરિકી લોકો દુનિયાના આશરે 20 દેશ વિશે કશું જાણતા નથી. 4% અમેરિકી એવા પણ છે જેમણે ક્યારેય ભારત, ચીન અને રશિયા જેવા દેશો વિશે સાંભળ્યું પણ નથી.
45%ને આ 10 દેશની માહિતી જ નથી. બુર્કિના ફાસો ઉપરાંત બુરુન્ડી, મોરિતાનિયા અને લીસોથો એવા દેશ છે જેમના વિશે અડધાથી વધુ અમેરિકીઓને ખબર નથી.
મોરેશિયસમાં 200 અમેરિકી કંપની છે.. ટેક્સ હેવન તરીકે ચર્ચિત મોરેશિયસમાં જુદાં જુદાં ક્ષેત્રોની 200થી વધુ અમેરિકી કંપની કામ કરી રહી છે તેમ છતાં અડધા અમેરિકી આ દેશ વિશે નથી જાણતા.
અમેરિકીઓને ચીન, પાકિસ્તાનને નાપસંદ કરે છે. અમેરિકી લોકો દુનિયાના 195 દેશ વિશે અલગ અલગ અભિપ્રાય ધરાવે છે. જ્યારે 41% લોકો પાકિસ્તાનને તો 49% અમેરિકી જનતા ચીનને નાપસંદ કરે છે. તેમના માટે દુનિયાના સૌથી ખરાબ 10 દેશમાંથી 7 ઈસ્લામિક દેશ છે.