Site icon

સિડનીથી દિલ્હી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આવ્યું ફક્ત લગેજ. પેસેન્જર નહીં. પણ કેમ? જાણો અહીં.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 27 એપ્રિલ 2021.
મંગળવાર.
    એર ઈન્ડિયાના વિમાનમાં વિમાન ચાલકની ટીમમાંથી એક સદસ્ય કોરોના પોઝિટિવ જણાતા ઓસ્ટ્રેલિયાના અધિકારીઓએ યાત્રીઓને વિમાન માં બેસવા પર રોક લગાવી દીધી, ત્યારબાદ તે વિમાન ફક્ત લગેજ લઈને આજે દિલ્હી પહોંચ્યું હતું.
   સિડની થી દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં વિમાન ચાલકની ટીમમાંથી એકને કરોના થવાથી ઓસ્ટ્રેલિયાના અધિકારીઓએ પેસેન્જરોને તે વિમાનમાં બેસવાની પરવાનગી આપી નહીં. જોકે શનિવારે  આ ફ્લાઇટ જ્યારે દિલ્હીથી સીડની ગઈ હતી તે વખતે વિમાનચાલક ટીમના દરેક સદસ્યની RTPCR ટેસ્ટ કરવામાં આવી હતી અને તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

Join Our WhatsApp Community

રવિવારે સવારે જ્યારે આ ફ્લાઇટ સિડની પહોંચી ત્યારે ઓસ્ટ્રેલિયાના અધિકારીઓ દ્વારા ચાલક દળના દરેક સદસ્યની ફરીથી  RTPCR ટેસ્ટ કરવામાં આવી હતી. જેનો  રિપોર્ટ સોમવારે આવતા જાણ થઈ કે વિમાન ચાલક ટીમનો એક સદસ્ય કોરોના સંક્રમિત થયો છે. એર ઇન્ડિયાના તે વિમાન ચાલક ને સિડની ખાતે આઇસોલેશન કરવામાં આવ્યો છે.

 વધુ એક સિને સ્ટાર આવ્યો કોરોના ના સપાટામાં, ઓક્સીજન સપોર્ટ પર ઇલાજ ચાલી રહ્યોં છે. જાણો વિગત

   ઉલ્લેખનીય છે કે,ભારતમાં વધતાં ને કોરોનાને પગલે ઓસ્ટ્રેલિયા સરકારે ભારતથી ઓસ્ટ્રેલિયા વિમાનોના આવાગમન પર 15 મે  સુધી રોક લગાવી દીધી છે.

Nepal: નેપાળને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન, જાણો કોણ છે સુશીલા કાર્કી જેમના નામ પર સહુ થયા એકમત
Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
NASA: નાસાનો ચીનને મોટો ઝટકો: ચીની નાગરિકો માટે આ પ્રોગ્રામ પર લાદ્યો પ્રતિબંધ
Sushila Karki: નેપાળના પીએમ પદના ઉમેદવાર સુશીલા કાર્કીએ પીએમ મોદીના વખાણ માં કહી આવી વાત
Exit mobile version