ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 જુલાઈ, 2021
શનિવાર
પશ્ચિમી યુરોપના અનેક દેશો ભારે પૂરનો સામનો કરી રહ્યા છે. જર્મની બીજા વિશ્વયુદ્ધ બાદ અત્યાર સુધીની સૌથી મોટી કુદરતી આપત્તિ સામે ઝઝૂમી રહ્યું છે. લક્ઝમબર્ગ, નેધરલૅન્ડ અને બેલ્જિયમમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જર્મનીનાં બે રાજ્યો – રાઇનલૅન્ડ પેલેટીનેટ અને ઉત્તર રાઇન વેસ્ટફેલિયામાં પૂરપ્રકોપથી હાહાકાર મચી ગયો છે. આ બે રાજ્યોમાં જ 90 કરતાં વધુ લોકોનાં મોત થયાં હતાં. પશ્વિમ યુરોપમાં પૂરના તાંડવથી કુલ મૃત્યુનો આંક વધીને 120ને પાર પહોંચી ગયો છે. જર્મની અને બેલ્જિયમમાં અસંખ્ય લોકો હજુય લાપતા છે
જોકે લક્ઝમબર્ગ અને નેધરલૅન્ડમાં પૂરપ્રકોપથી કેટલું નુકસાન થયું છે એ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી જાહેર કરવામાં આવી નથી, પરંતુ નેધરલૅન્ડમાં કેટલાંય ઘરોમાં પાણી ઘૂસી ગયાં હોવાના અહેવાલો મળી રહ્યા છે. નેધરલૅન્ડના દક્ષિણ-પૂર્વમાં આવેલા રોઇરરમોન્ડ શહેરમાં પાણી ઘૂસી ગયાં હતાં.
ઇંધણના ભાવ ઓલ ટાઈમ હાઈ, ડીઝલ 100 રૂપિયા ઉપર નીકળી ગયું, તો દેશના આ શહેરોમાં પેટ્રોલ 112 રૂપિયાને પાર
ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેને કારણે નદીકાંઠાના વિસ્તારોમાં પૂરે વિનાશ સર્જ્યો છે અને અનેક રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. વાહનો પણ પૂરમાં તણાઈ ગયાં છે. સાથે અનેક ઘરોને ભારે નુકસાન થયું છે. ફોન અને ઇન્ટરનેટ સેવા ખોરવાઇ જવાને કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ પડી રહી છે.
પૂર અને ભૂસ્ખલનના કારણે અનેક ગામડાંઓનો સંપર્ક તૂટી ગયા પછી હજુ સુધી આ વિસ્તારમાં કેટલું નુકસાન થયું છે એ જાણી શકાયું નથી. કેટલાક દિવસોના ભારે વરસાદ બાદ અધિકારીઓએ આ વિસ્તારમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. પશ્ચિમ અને મધ્ય જર્મની તેમ જ પડોશી દેશોના મોટા ભાગોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
યુરોપમાં મેઘરાજાનું જળતાંડવ! જર્મની અને બેલ્જિયમમાં ભારે વરસાદથી પૂરના કારણે અનેક ઇમારતો ધરાશાયી, અત્યાર સુધીમાં આટલા લોકોનાં મોત, અસંખ્ય લાપતા… #westerneurop #Germany #flooding #naturalcalamity pic.twitter.com/PeDC37dZpD
— news continuous (@NewsContinuous) July 17, 2021