Site icon

વિદેશ મંત્રી બનતા જ બિલાવલ ભુટ્ટોએ આલાપ્યો કાશ્મીર રાગ, યૂએનના અધિકારીઓને પત્ર લખી કહી આ વાત; જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાન(Pakista)ના નવનિયુક્ત વિદેશ મંત્રી(Foreign Minister) બિલાવલ ભુટ્ટો(Bilawal Bhutto) ઝરદારીએ પોતાનું પદ સંભાળતા જ પોતાનો રંગ બતાવ્યો છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર(UN)ના શીર્ષ અધિકારીઓને એક પત્ર લખીને કાશ્મીર(Kashmir) મુદ્દાને ઉઠાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે તેની જાણકારી આપી છે. વિદેશ કાર્યાલયે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UN)ના અધ્યક્ષ અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવને સંબોધિત પત્ર ૧૦ મે ના રોજ મોકલવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે બન્નેને લખેલા પત્રમાં વિશેષ રૂપથી જમ્મુ કાશ્મીર(Jammu Kashmir)માં જનસાંખ્યિકીય પરિવર્તન કરવાના ભારત(India)ના કથિત પ્રયત્નથી અવગત કરાવે છે. 

Join Our WhatsApp Community

વિદેશ કાર્યાલયે કહ્યું કે મંત્રીએ એ પણ રેખાંકિત કર્યું કે આ ગેરકાયદેસર પગલાથી આંતરરાષ્ટ્રીય કાનૂન(International law)નું ખુલ્લી રીતે ઉલ્લંઘન થાય છે. જેમાં સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને જમ્મુ કાશ્મીર(Jammu Kashmir) મુદ્દા પર સંબંધિત સુરક્ષા પરષિદના પ્રસ્તાવ સામેલ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને અવૈધ પરિસીમનના ગંભીર પ્રભાવોને તત્કાલ સંજ્ઞાનમાં લેવા અને ભારત(India)ને એ યાદ અપાવવાનો આગ્રહ કર્યો કે કાશ્મીર આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્ય એક લંબિત મુદ્દો છે. જેનું સમાધાન હજુ થવાનું બાકી છે તથા તેને કોઇપણ જનસાંખ્યિકીય પર્રવિતનથી બચવું જાેઈએ.

આ સમાચાર પણ વાંચો: મોટા સમાચાર : સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા આ દેશના રાષ્ટ્રપતિનું થયું નિધન.. જાણો વિગતે 

બિલાવલ પહેલા પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી(Former Foreign Minister Shah Mahmood Qureshi)એ પણ પોતાના કાર્યકાળ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર(UN)ના શીર્ષ અધિકારીઓને ઘણા પત્ર લખ્યા હતા. જેમાં કાશ્મીર (Kashmir)મુદ્દા પર પ્રકાશ પાડ્યો હતો. કેન્દ્ર સરકારે(central govt) ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ કરવા માટે સંવિધાનના આર્ટિકલના મોટાભાગના પ્રાવધાનને નિરસ્ત કરી દીધા હતા. જે પછી બન્ને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. 

ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાય(The international community)ને સ્પષ્ટ રુપથી કહ્યું કે આર્ટિકલ ૩૭૦(Article 370)ને ખતમ કરવો અમારો આંતરિક મામલો છે. ભારતે પાકિસ્તાન(Pakistan)ને વાસ્તવિકતાને સ્વીકાર કરવા અને ભારત વિરોધી બધા દુષ્પ્રચારને રોકવાની સલાહ આપી છે. ભારતે પાકિસ્તાનને કહ્યું કે તે આતંકવાદ, શત્રુતા અને હિંસાથી મુક્ત વાતાવરણમાં ઇસ્લામાબાદ સાથે સામાન્ય પડોશી જેવા સંબંધો ઇચ્છે છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં કોઈપણ સરકાર બદલાય તે કાશ્મીરનો મુદ્દો હંમેશા જીવંત રાખવા માંગે છે.

આ સમાચાર પણ વાંચો: ટ્વિટર ડીલ અટકી, એલોન મસ્કે ટેકઓવરને લઇને કર્યુ આ મોટુ એલાન.. જાણો શું છે કારણ 

Bangladesh Earthquake: ધરતી ધ્રૂજી! બાંગ્લાદેશમાં વિનાશકારી ભૂકંપ, મૃત્યુઆંક વધવાની ભીતિ; ભારતમાં લોકો ઘરોમાંથી બહાર દોડ્યા.
Jr. Trump: ટ્રમ્પ જુનિયરનો ભારત પ્રવાસ: અમેરિકન અબજોપતિ રામા રાજુ મંતેનાના પુત્રી નેત્રા મંતેના અને વંશી ગડિરાજુના શાહી લગ્નમાં ઉદયપુરમાં આપશે હાજરી.
G20 Summit: PM મોદીનો ત્રણ દિવસનો G20 કાર્યક્રમ: દક્ષિણ આફ્રિકામાં કયા કયા મુખ્ય કાર્યક્રમોમાં હાજરી આપશે? જાણો સંપૂર્ણ વિગતો
Operation Sindoor: ઓપરેશન સિંદૂર માં ભારતે પાકિસ્તાનના કેટલા ફાઇટર જેટ તોડી પાડ્યા? મોટો ખુલાસો, ટ્રમ્પનો દાવો ખોટો પડ્યો!
Exit mobile version