314
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 ફેબ્રુઆરી 2021
પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતનો વિરોધ કરે છે અને અવારનવાર આરોપ લગાડે છે કે ભારતમાં માનવ અધિકારોનું હનન થાય છે. ત્યારે બીજી તરફ પાકિસ્તાનમાં એક શરમજનક ઘટના બની છે. પાકિસ્તાનમાં ૬૨ વર્ષના મૌલાના સાંસદ જેમનું નામ મૌલાના સલાઉદ્દીન અયુબી છે તેણે 14 વર્ષની બાળકી સાથે લગ્ન કર્યા છે.
આ મામલે સ્થાનિક એનજીઓએ ફરિયાદ કરી છે જેના આધારે બાળકીના પિતા અને માતા એ આ લગ્ન થયા હોવાની જાણકારી સાર્વજનિક કરી છે.
મૌલાના સલાઉદ્દીન અયૂબી એ જમીયત-ઉલેમા-એ-ઇસ્લામ ના બલુચિસ્તાન વિસ્તારના સાંસદ છે.
આ સમગ્ર મામલે એનજીઓએ હવે પોલીસ ફરિયાદ લખાવી છે. ઉલ્લેખનીય છે કે આ સાંસદ હાલ વડાપ્રધાન ઇમરાન ખાન ની વિરુદ્ધમાં આંદોલન કરી રહ્યા છે.
આમ પાકિસ્તાનમાં સાંસદ આબાદ ફસાયા છે અને હવે તેમની પોલીસ તપાસ થશે
You Might Be Interested In
