News Continuous Bureau | Mumbai
ભારત(India) વિરુદ્ધ ડગલે ને પગલે કાવતરું રચવું અને ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીPrime Minister Narendra Modi)ની બરાબરી કરવાના ધમપછાડામાં ઈમરાન ખાન એટલા મશગૂલ રહ્યા કે તેમને બીજું કઈ દેખાયું જ નહીં. પરિણામ એ આવ્યું કે હવે તેમના હાથમાંથી સત્તા જતી રહી અને મોટી કાર્યવાહીની તલવાર તેમના માથે લટકી રહી છે. પોતાની તમામ ચાલ નાકામ જાેતા ઈમરાન ખાન(Imran Khan)એ 'મુસ્લિમ કાર્ડ' પણ ખેલ્યું. તેમણે સાઉદી અરબ અને સંયુક્ત આરબ અમીરાત (UAE) સહિત અન્ય મુસ્લિમ દેશોને સાથે આવવાની અપીલ પણ કરી.
ઈમરાન ખાન(Imran Khan) ઈચ્છતા હતા કે મુસ્લિમ દેશો સાથે મળીને કાશ્મીર જેવા મુદ્દે ભારત માટે મુશ્કેલી ઊભી કરશે, પરંતુ એવું બન્યું નહીં. સાઉદી અરબ અને યુએઈ જેવા દેશો પાકિસ્તાનના રણનીતિક ભાગીદાર છે પરંતુ તેઓ ભારતના પણ પરંપરાગત મિત્રો છે. પીએમ મોદી(PM Modi)ની વિદેશ નીતિના કમાલના કારણે ઈમરાન ખાન(Imran Khan) પોતાની આ યોજનામાં પણ સફળ થઈ શક્યા નહીં. તેમણે જમ્મુ અને કાશ્મીર(Jammu and Kashmir)માં વિશેષ દરજ્જાનો અંત થયા બાદ દરેક મંચે આ મુદ્દો ઉઠાવ્યો. પરંતુ કોઈનું પણ સમર્થન મળ્યું નહીં.
આ સમાચાર પણ વાંચો : મમતા બેનર્જીની જીભ લપસી ગઈ. ગર્ભવતી બનેલી નાબાલીક છોકરી વિશે. શરમ જનક બયાન આપ્યું. જાણો વિગતે….
પાકિસ્તાને ભારતને પોતાનો સૌથી મોટો દુશ્મન ગણીને પોતાની નીતિઓને તે મુજબ આકાર આપવાનું શરૂ કરી દીધું. તેણે ચીન(china) સાથે મિત્રતા વધારી. રશિયા(Russia)ની પણ નજીક પહોંચવાની કોશિશ કરી. તેની પાછળ ઈચ્છા તો ભારતને ઘેરવાની જ હતી. જો કે તે રશિયા અને ભારત વચ્ચેની કેમિસ્ટ્રી સમજી શક્યું નહીં. ઉલ્ટુ તેના ચીન અને રશિયા તરફી પ્રેમના કારણે અમેરિકા(US) નારાજ થઈ ગયું. આ સાથે જ અફઘાનિસ્તાન(Afghanistan)માં ઈમરાન ખાન(Imran Khan)એ જે પ્રકારે બેવડી નીતિ અપનાવી તેણે પણ પાકિસ્તાન પ્રત્યેની અમેરિકાની સોચને પ્રભાવિત કરી. તેનાથી ઉલટું અમેરિકાની ચીનને એશિયા પ્રશાંતમાં માત આપવાની ઈચ્છા ભારતને તેની નજીક લાવી. અમેરિકાને એ વાતનો અહેસાસ થઈ ગયો કે આ વિસ્તારમાં જો કોઈ ચીનને ટક્કર આપી શકે તો તે ફક્ત ભારત જ છે. ઈમરાન ખાને થોડા સમય પહેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ટીવી પર નરેન્દ્ર મોદી સાથે ડિબેટ કરવા ઈચ્છે છે. પણ તેમની આ ઇચ્છા અધૂરી જ રહી ગઈ. પીએમ મોદીની બરાબરી કરવામાં તેમની પીએમ પદની ખુરશી જતી રહી. જોકે ઈમરાન ખાને છેલ્લે છેલ્લે ભારતના ભરપેટ વખાણ કર્યા. પરંતુ પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ મોટાભાગે પ્રધાનમંત્રી મોદી અને ભારત વિરુદ્ધ ઝેર ઓકતા જ જાેવા મળ્યા.
ઈમરાન ખાને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવામાં કોઈ કચાશ બાકી રાખી નહીં. તેમણે દુનિયાના દરેક મંચ પર ભારતને બદનામ કરવાની કોશિશ કરી. પરંતુ સફળ થયા નહીં. જ્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તો ઈમરાન ખાન અને પાકિસ્તાનનું નામ લીધા વગર જ તેમના હોશ ઠેકાણે લાવી દીધા. નવા પાકિસ્તાનનું સપનું બતાવીને પાકિસ્તાનમાં સત્તામાં આવેલા ઈમરાન ખાને જાે ભારત સાથે સારા સંબંધો પર ભાર મૂક્યો હોત તો કદાચ સ્થિતિ કંઈક અલગ જ હોત. પરંતુ તેમણે પોતાના પાડોશી સાથે સંબંધ સુધારવાની જગ્યાએ તેમને મૂંઝવણમાં મૂકવાનું કામ કર્યું. પુલવામા બાદ બંને દેશો વચ્ચે સંબંધ બગડતા જ ગયા. આ હુમલા બાદ ભારતે નક્કી કરી લીધું હતું કે તે પાકિસ્તાનને અલગથલગ કરી નાખશે અને ભારત તેમાં સફળ પણ રહ્યું.