News Continuous Bureau | Mumbai
Pakistan-America: પાકિસ્તાને ( Pakistan ) 8 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણી ( general election ) માં ગેરરીતિઓની તપાસ કરવાના અમેરિકા ( America ) ના સૂચનને ફગાવી દેતા કહ્યું હતું કે, પાકિસ્તાન કોઈ બહારના દેશના આદેશ સામે ઝુકશે નહીં. પાકિસ્તાની વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે શુક્રવારે તેમના સાપ્તાહિક પ્રેસ સંબોધનમાં કહ્યું હતું કે, ‘કોઈ દેશ, સ્વતંત્ર અને સાર્વભૌમ દેશ પાકિસ્તાનને આદેશ આપી શકે નહીં.’
ડૉન ન્યૂઝ અનુસાર, મુમતાઝે કહ્યું, ‘અમે પાકિસ્તાનના આંતરિક મામલામાં નિર્ણય લેવાના અમારા સાર્વભૌમ અધિકારમાં વિશ્વાસ કરીએ છીએ.’ મુમતાઝ બલોચે આવા નિવેદનો એવા સમયે આપ્યા છે. જ્યારે તેના અમેરિકન સમકક્ષે પાકિસ્તાનની ચૂંટણીમાં તપાસની માંગને આગળ વધારવાની વાત કરી હતી.
ઈમરાન ખાને ચૂંટણીમાં હેરાફેરીનો આરોપ લગાવ્યો હતો..
બલોચે આ નિવેદન તેના અમેરિકન સમકક્ષની વિવાદોમાં ઘેરાયેલી સામાન્ય ચૂંટણીમાં ગેરરીતિના આરોપો અંગેની ટિપ્પણીના જવાબમાં આપ્યું હતું. આ અઠવાડિયાની શરૂઆતમાં, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું હતું કે દખલગીરી અથવા છેતરપિંડીના કોઈપણ દાવાઓની ‘પાકિસ્તાની કાયદા અને પ્રક્રિયાઓ અનુસાર સંપૂર્ણ અને પારદર્શક રીતે તપાસ થવી જોઈએ.’ મિલરે એમ પણ કહ્યું, ‘કથિત અનિયમિતતાઓની તપાસના સંદર્ભમાં, અમે તે તપાસ આગળ વધે અને શક્ય તેટલી ઝડપથી નિષ્કર્ષ આવે તે જોવા માંગીએ છીએ.’
આ સમાચાર પણ વાંચો : Egypt: મુસ્લિમ દેશોનો સાથ છુટતા, આટલા અબજ ડોલરમાં વેચાયું ધરતી પરનું સ્વર્ગ, જાણો કોણે ખરીદ્યું.
હકીકતમાં ઈમરાન ખાને ( Imran Khan ) પાકિસ્તાનમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ધાંધલધમાલનો જોરદાર આરોપ લગાવ્યો હતો. તેમજ ઈમરાન ખાને અમેરિકાને ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી. ઈમરાનને ટેકો આપતા ઘણા ઉમેદવારોએ હેરાફેરીના આરોપો પર કોર્ટનો સંપર્ક પણ કર્યો હતો. જે બાદ પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા અભૂતપૂર્વ વિલંબ બાદ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. આ સિવાય હવે પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે.
પાકિસ્તાન ચૂંટણી પંચે શુક્રવારે રાષ્ટ્રપતિની ચૂંટણીની જાહેરાત કરી છે અને મતદાનની તારીખ 9 માર્ચ નક્કી કરી છે. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી લગભગ 11 વર્ષ બાદ ફરી એકવાર રાષ્ટ્રપતિ બનશે, તે નિશ્ચિત માનવામાં આવે છે. હાલમાં પાકિસ્તાનમાં ડો.આરિફ અલ્વી રાષ્ટ્રપતિ પદ સંભાળી રહ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર શનિવારે બપોરે 12 વાગ્યાથી ઉમેદવારો લાહોર, કરાચી, પેશાવર અને ક્વેટામાં નામાંકન દાખલ કરી શકશે. 4 માર્ચે અરજીઓની ચકાસણી કરવામાં આવશે.