Site icon News Continuous Bureau | Mumbai

Pakistan: દિવાળી પહેલા પાકિસ્તાનમાં આતંકીઓનું સુરસુરિયું, પાકિસ્તાનમાં લશ્કર-એ-તોયબાના આતંકી અકરમ ગાઝીને મરાયો ઠાર.. જાણો વિગતે

Pakistan: ભારત વિરુદ્ધ અવારનવાર ઝેર ઓકનાર લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીને ઠાર કરવામાં આવ્યો હતો. અકરમ ગાઝીને પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વાના બાજૌરમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી…

Pakistan Another enemy of India killed in Pakistan, Lashkar-e-Taiba terrorist Akram Ghazi was killed in Pakistan.

Pakistan Another enemy of India killed in Pakistan, Lashkar-e-Taiba terrorist Akram Ghazi was killed in Pakistan.

News Continuous Bureau | Mumbai 

Pakistan: ભારત ( India ) વિરુદ્ધ અવારનવાર ઝેર ઓકનાર લશ્કર-એ-તૈયબા ( Lashkar E Taiba ) ના આતંકવાદી ( Terrorist ) અકરમ ખાન ( Akram Khan ) ઉર્ફે અકરમ ગાઝીને ( Akram Gazi  ) ઠાર કરવામાં આવ્યો હતો. અકરમ ગાઝીને પાકિસ્તાન (Pakistan) ના ખૈબર-પખ્તુનખ્વાના બાજૌરમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 2018 થી 2020 સુધી, અકરમ ગાઝી લશ્કર-એ-તૈયબાના ભરતી સેલનો ( recruitment cell ) વડા પણ હતો. તે ભારત વિરુદ્ધ ઉગ્રવાદી ગતિવિધિઓમાં સામેલ હતો. કાશ્મીરમાં આતંકવાદીઓને ઘુસાડવામાં તેની મહત્વની ભૂમિકા હતી.

Join Our WhatsApp Channel

એવું માનવામાં આવે છે કે ગાઝાની હત્યા સંગઠન અને તેના સ્થાનિક પ્રતિસ્પર્ધીઓના આંતરિક સંઘર્ષને કારણે થઈ હતી. પાકિસ્તાની એજન્સીઓ ગાઝીની હત્યાની તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા એક સપ્તાહમાં ભારતના દુશ્મનની આ સતત બીજી હત્યા છે. ત્રણ મહિનાથી ઓછા સમયમાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદીની આ ત્રીજી નોંધપાત્ર હત્યા છે.

આતંકીઓની ભરતી કરતો હતો અકરમ..

સપ્ટેમ્બરમાં, લશ્કરના કમાન્ડર રિયાઝ અહેમદને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના રાવલકોટ વિસ્તારમાં અલ કુદ્દુસ મસ્જિદની બહાર માર્યો ગયો હતો. પ્રાંતીય રાજધાની પેશાવરથી લગભગ 132 કિમી ઉત્તરે આવેલા ખૈબર પખ્તુનખ્વાના બાજૌર જિલ્લામાં બાઇક સવાર બદમાશો દ્વારા ગાઝીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, પાકિસ્તાની વહીવટીતંત્ર દ્વારા ગાઝીને નાબૂદ કરવામાં આવી રહ્યો છે, જેણે ભારતના જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદની નિકાસમાં ભારે રોકાણ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Aditi Arya And Jay Kotak: ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા અદિતિ આર્યા આ અબજોપતિ પરિવારની બની વહુ, જય કોટક સાથે લીધા સાત ફેરા… જાણો કોણ છે પતિ જય કોટક.. વાંચો વિગતે અહીં…

અકરમ ખાનને ઓછામાં ઓછા 2018 અને 2020 ના સમયગાળા વચ્ચે LeT માટે ટોચના ભરતી કરનારાઓમાંના એક તરીકે વર્ણવવામાં આવ્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અખબારના હવાલાથી સૂત્રોએ જણાવ્યું હતું કે ખાન જમ્મુ અને કાશ્મીર, ભારતમાં ઘણી વખત ઘૂસણખોરી કરનારા ઘણા આતંકવાદીઓને કટ્ટરપંથી બનાવવા માટે જવાબદાર હતો.

Nepal China Flood Tragedy નેપાળચીન સરહદે પૂરની ભયાનક તબાહી ચીને પહેલીવાર જાહેર કર્યો મૃત્યુઆંક, ઇમિગ્રેશન બિલ્ડિંગમાંથી ૩૧ મૃતદેહ મળ્યા
Trump Targets Iran Pickaxe Mountain ડોનાલ્ડ ટ્રમ્પના ટાર્ગેટ પર ઈરાનનું રહસ્યમય ‘પિકએક્સ માઉન્ટેન’! અમેરિકાએ આપી વહેલી તકે હુમલાની ચેતવણી
Nepal Flash Flood Alert નેપાળ માં ફરી જળપ્રલયનું જોખમ, દાર્ચુલામાં ભૂસ્ખલનને કારણે હાઈએલર્ટ જાહેર
Donald Trump વ્યાજ દર ઘટાડો અથવા વેપાર બંધ કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની ફેડરલ રિઝર્વને ધમકી
Exit mobile version