184
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 19 ફેબ્રુઆરી 2022,
શનિવાર
પાકિસ્તાન મરીનની વધું એક નાપાક હરકત સામે આવી છે.
પાકિસ્તાન મરીન દ્વારા આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીક 3 ભારતીય બોટમાંથી કુલ 18 જેટલા માછીમારોનું અપહરણ કર્યું છે.
પાક મરીન અપહરણ કરીને કરાંચી તરફ લઈ ગયા હોવાનું અનુમાન છે.
આ ઘટનાને લઈને હવે માછીમારોમાં રોષનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 6 ફેબ્રુઆરીએ પણ આજ રીતે પાકિસ્તાન મરીન દ્વારા આતંરરાષ્ટ્રીય જળ સીમા નજીક આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
You Might Be Interested In