News Continuous Bureau | Mumbai
Pakistan BLA Train Hijack Video:ગઈકાલે એટલે કે મંગળવારે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં એક મોટો આતંકવાદી હુમલો થયો જેમાં આખી એક પેસેન્જર ટ્રેનને હાઇજેક કરવામાં આવી. આ ઘટના દરમિયાન ટ્રેનમાં લગભગ 500 મુસાફરો સવાર હતા. બુધવારે સતત બીજા દિવસે પણ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ રહી. બલૂચ આર્મીએ 48 કલાકનો અલ્ટીમેટમ આપ્યો છે. આ અલ્ટીમેટમ બલૂચ કેદીઓને મુક્ત કરવા માટે છે. અપહરણ કરાયેલી ટ્રેનને છોડાવવાના ચાર પ્રયાસો નિષ્ફળ ગયા છે. છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાની સેનાએ આત્મસમર્પણ કર્યું છે. આ કાર્યવાહીમાં 40 થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. બલૂચ આર્મી પાસે હજુ પણ 180 થી વધુ બંધકો છે.
Pakistan BLA Train Hijack Video:જુઓ વિડીયો
Per reports, this video was released by the Balochistan Liberation Army, depicting how the Jaffar Express was hijacked
Pakistan’s security forces say they have rescued 155 passengers and killed over 30 BLA insurgents during an ongoing rescue operation pic.twitter.com/MlBdGKBWTo
— Tawqeer Hussain (@tawqeerhussain) March 12, 2025
Pakistan BLA Train Hijack Video: સુરક્ષા દળોએ 27 આતંકવાદીઓને ઠાર માર્યા
બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાન ટ્રેન હાઇજેકનો પહેલો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં, BLA લડવૈયાઓ જાફર એક્સપ્રેસની આસપાસ જોવા મળે છે. વીડિયોમાં વિસ્ફોટ જોઈ શકાય છે. બંધકોને છોડાવવા માટે પાકિસ્તાની સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળોએ ઓછામાં ઓછા 27 આતંકવાદીઓને ઠાર માર્યા અને 155 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા.
Pakistan BLA Train Hijack Video:BLA એ ટ્રેનને કેવી રીતે હાઇજેક કરી?
ગઈકાલે, એટલે કે 11 માર્ચે, જાફર એક્સપ્રેસ ક્વેટાથી પેશાવર જવા રવાના થઈ. જ્યારે ટ્રેન બાલોન ટેકરીઓમાં એક ટનલમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે ઓચિંતો હુમલો કરી રહેલા BLAના 8 સશસ્ત્ર આતંકવાદીઓએ તેના પર હુમલો કર્યો. જાફર એક્સપ્રેસના 9 કોચમાં લગભગ 500 મુસાફરો હતા. બોલાન એ ક્વેટા અને સિબી વચ્ચે 100 કિલોમીટરથી વધુ લાંબો ડુંગરાળ વિસ્તાર છે.
આ સમાચાર પણ વાંચો : Donald Trump vs Iran : ચીન બાદ હવે આ મુસ્લિમ દેશ એ ટ્રમ્પ સામે ચડાવી બાંયો, સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું- અમેરિકાના દબાણ હેઠળ કામ કરશે નહીં…
મહત્વનું છે કે આ વિસ્તારમાં 17 ટનલ છે જેમાંથી રેલ્વે ટ્રેક પસાર થાય છે. દૂરસ્થ વિસ્તાર હોવાને કારણે, અહીં ટ્રેનોની ગતિ ઘણીવાર ધીમી હોય છે. આ દરમિયાન, હુમલાખોરોએ પીરુ કુનરી અને ગુડલરના પહાડી વિસ્તારો નજીક એક સુરંગમાં ટ્રેન રોકી અને તેનું હાઇજેક કરી લીધું. જાફર એક્સપ્રેસના 9 કોચમાં લગભગ 500 મુસાફરો હતા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)