કોહિનૂર હીરાને લઇ ભારત-પાકિસ્તાનમાં ફરી જંગ જામી, પાછો મેળવવા હાઈકોર્ટમાં અરજી દાખલ ; જાણો વિગતે

by Dr. Mayur Parikh

દુનિયાના સૌથી ચર્ચિત હીરોમાં સામેલ કોહિનૂરને લઇ ફરી એક વખત જંગ છેડાઈ ગઇ છે. 

પાકિસ્તાનની લાહોર હાઇકોર્ટમાં મંગળવારના રોજ એક અરજી દાખલ કરીને આ હીરાને બ્રિટનને મહારાણી એલિઝાબેથ ની પાસેથી પાછો લાવવાની માંગ કરી છે. 

અરજીકર્તાએ કહ્યું કે સરકાર કોહિનુરને પાછો લાવવા માટે પગલાં ભરે. લાહોર હાઇકોર્ટે અરજીકર્તાને 16 જુલાઇના રોજ પોતાનો પક્ષ મૂકવાનું કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, દુનિયાના સૌથી મોટા હીરામાં સ્થાન પામતા કોહીનૂર હીરો પાછો મેળવવા માટે ભારત પણ પ્રયાસ કરી રહ્યુ છે. 

હાલમાં આ હીરો ટાવર ઓફ લંડનમાં મુકાયેલા રાજમુકુટમાં જડવામાં આવેલો છે. જે 108 કેરેટનો છે.

લો બોલો, કોંગ્રેસના આ દિગ્ગજ નેતાની પત્ની પણ હવે તેમનું માનતી નથી! નેતાએ કહ્યું, મારી પત્ની મારા કહ્યાંમાં નથી…! જાણો શું છે સમગ્ર મામલો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More