ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 નવેમ્બર 2021
ગુરુવાર.
પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણા અને તેમની બહેન ફાતિમા ઝીણાની સંપત્તિ સહિત તેમનો અન્ય સામાન ગાયબ થઈ ગયો છે. આ મિલકતની શોધ લગાવવા માટે સિંધ હાઈ કોર્ટે એક કમિટીની સ્થાપના કરવાનો આદેશ આપ્યો છે. રિટાયર્ડ જજના અ્ધ્યક્ષતામાં આ કમિટીની સ્થાપના કરવામાં આવી છે. કોર્ટે ઝિણા અને તેમની બહેનના શેર, દાગીના, ગાડી અને બેંકના ખાતામાં રહેલા પૈસા સહિત સંંપત્તિઓ સંબંધિત 50 વર્ષ જૂના કેસની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો. પાકિસ્તાનની સ્થાપનાના એક વર્ષ બાદ સપ્ટેમ્બર 1948માં ઝિણાનું નિધન થઈ ગયું હતું. તો ફાતિમાનું નિધન કરાચીમાં 1967માં થયું હતું. દેશના ભાગલા બાદ ઝિણા પોતાની બહેન ફાતિમા સાથે પાકિસ્તાન ચાલી ગયા હતા. ઝિણાના મોટાભાગના સંબંધીઓએ ભારતમાં રહેવાનું પસંદ કર્યું હતું.
