News Continuous Bureau | Mumbai
Pakistan Election: પાકિસ્તાન ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. મતગણતરીમાં પણ ઘણો વિલંબ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન પૂર્વ વડાપ્રધાન અને ‘પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ’ ( PTI ) ના સંસ્થાપક ઈમરાન ખાને ( Imran Khan ) જીતનો દાવો કર્યો છે. ઈમરાને AI આધારિત અવાજ સાથે ‘વિજય ભાષણ’નો ( Victory Speech ) વીડિયો જાહેર કર્યો છે. તેમણે કહ્યું છે કે ‘પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ’ ( PML-N ) ના વડા નવાઝ શરીફનો ‘લંડન પ્લાન’ નિષ્ફળ ગયો છે.
قوم کی جانب سے انتخابات میں تاریخی مقابلے، جس کے نتیجے میں تحریک انصاف کو عام انتخابات 2024 میں بے مثال کامیابی میسرآئی،کے بعد چیئرمین عمران خان کا(مصنوعی ذہانت سے تیار کردہ) فاتحانہ خطاب pic.twitter.com/8yQqes4nO9
— Imran Khan (@ImranKhanPTI) February 9, 2024
ઈમરાન ખાનનો આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે. જ્યારે પાકિસ્તાન ચૂંટણીમાં તેમની પાર્ટીને સમર્થન કરી રહેલા અપક્ષ ઉમેદવારો સીટોની સંખ્યાના મામલે આગળ ચાલી રહ્યા છે. અપક્ષ ઉમેદવારોએ 97 બેઠકો જીતી છે, જ્યારે નવાઝ શરીફની ( Nawaz Sharif ) પાર્ટીને 72 બેઠકો મળી છે અને બિલાવલ ભુટ્ટોની ( Bilawal Bhutto ) પીપીપી ( PPP ) 52 બેઠકો સાથે ત્રીજા સ્થાને છે. પાકિસ્તાનમાં 265 સીટો પર ચૂંટણી યોજાઈ હતી જેમાંથી 252 સીટો પર પરિણામ આવી ગયા છે. બહુમત માટે 133 સીટોની જરૂર છે.
તમારા મતને કારણે લંડન પ્લાન નિષ્ફળ ગયો છે…
આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ઈમરાન ખાનના ઓફિશિયલ એકાઉન્ટ પર પણ રિલીઝ કરવામાં આવી છે. જેમાં તે કહેતા સાંભળવા મળે છે કે, મારા પાકિસ્તાનીઓ, ગઈકાલે મતદાન ( voting ) કરીને તમે તમારી વાસ્તવિક આઝાદીનો પાયો નાખ્યો છે. હું તમને 2024ની ચૂંટણી જીતવા બદલ અભિનંદન આપું છું. મને તમારા બધામાં પૂરો વિશ્વાસ હતો કે તમે મતદાન કરવા માટે બહાર આવશો. તમે મારા વિશ્વાસનું સન્માન કર્યું છે અને તમારા વિશાળ મતદાનથી બધાને આશ્ચર્ય થયું છે.
આ સમાચાર પણ વાંચો : Indian Railway : કેન્દ્રીય મંત્રીમંડળે ભારતીય રેલવેમાં 6 મલ્ટિ ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, થશે 3 કરોડ રોજગારીનું સર્જન..
તમારા મતને કારણે લંડન પ્લાન નિષ્ફળ ગયો છે. નવાઝ શરીફ ઓછી બુદ્ધિ ધરાવતા નેતા છે, જેમણે પોતાની પાર્ટી 30 બેઠકો પર પાછળ હોવા છતાં વિજયી ભાષણો આપવાનું શરૂ કર્યું.
પૂર્વ PMએ ફરી એકવાર દાવો કર્યો કે ચૂંટણીમાં ધાંધલ ધમાલ થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, ‘પાકિસ્તાની ચૂંટણીમાં જે છેડછાડ થઈ રહી છે તેને કોઈ સ્વીકારશે નહીં. આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ આ અંગે વ્યાપક અહેવાલો આવ્યા છે. ફોર્મ 45ના ડેટા અનુસાર, અમે 170થી વધુ નેશનલ એસેમ્બલી સીટો જીતવાના ટ્રેક પર છીએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘પાકિસ્તાનમાં લોકતંત્રની પુનઃસ્થાપના માટે તારીખ નક્કી કરવામાં આવી છે. અમે 2024ની ચૂંટણી બે તૃતિયાંશ બહુમતીથી જીતી રહ્યા છીએ.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)