News Continuous Bureau | Mumbai
Pakistan Election Result 2024: પાકિસ્તાનમાં બિલાવલ ભુટ્ટો-ઝરદારીની પાર્ટી પીપીપી ( PPP ) અને ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પીએમએલ-એન ( PML-N ) વચ્ચે સરકારની રચનાને લઈને સમજૂતી થઈ હોય તેવું લાગે છે. સામાન્ય ચૂંટણીમાં નેશનલ એસેમ્બલીમાં કોઈપણ પક્ષને બહુમતી ન મળ્યા બાદ, બંને પક્ષોએ રવિવારે સત્તાવાર રીતે સરકાર બનાવવાના પ્રયાસો શરૂ કર્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી ( PPP ) ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ( Bilawal Bhutto-Zardari ) અને પાર્ટીના પ્રમુખ આસિફ અલી ઝરદારીએ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના પ્રમુખ શહેબાઝ શરીફને ( shehbaz sharif ) લાહોરમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા. બેઠકમાં, બંને પક્ષો દેશને રાજકીય અસ્થિરતાથી બચાવવા માટે એકસાથે આવવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત થયા હતા.
પાકિસ્તાની ( Pakistan ) મીડિયાના અહેવાલો અનુસાર, એક મોટી ઘટનાક્રમમાં PPP બિલાવલ ભુટ્ટોને વડાપ્રધાન બનાવવામાં આવશે એ શરતે PML-N સાથે ગઠબંધન સરકાર ( Coalition Government ) બનાવવા માટે સંમત થઈ છે. તેમ જ શહેબાઝ શરીફે પાર્ટીના નેતાઓને કહ્યું કે ઝરદારીએ ઓફર કરી હતી કે બદલામાં પીપીપી પંજાબ પ્રાંતમાં સરકાર બનાવવા માટે પીએમએલ-એનને સમર્થન કરશે.
PML-N નેતાઓએ કેન્દ્ર તેમજ પંજાબ પ્રાંતમાં ભાવિ સરકાર બનાવવા માટે વિવિધ વિકલ્પો પર પણ ચર્ચા કરી હતીઃ અહેવાલ..
PML-N સૂત્રોએ જણાવ્યું કે શહેબાઝ શરીફે શુક્રવારે (9 ફેબ્રુઆરી) રાત્રે આસિફ અલી ઝરદારી અને બિલાવલ ભુટ્ટો સાથે મુલાકાત કરી અને ભાવિ જોડાણ અંગે ચર્ચા કરી હતી. પાર્ટીના સૂત્રોએ શનિવારે (10 ફેબ્રુઆરી) જણાવ્યું હતું કે PML-N નેતાઓએ કેન્દ્ર તેમજ પંજાબ પ્રાંતમાં ભાવિ સરકાર બનાવવા માટે વિવિધ વિકલ્પો પર પણ ચર્ચા કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics : હવે રાજ ઠાકરે એકનાથ શિંદે સાથે? લોકસભામાં ત્રણ સીટો મળશે? જાણો મહારાષ્ટ્રના રાજકારણ વિશે.
પીપીપી પ્રમુખના સચિવાલયે એક પોસ્ટમાં જણાવ્યું હતું. પીએમએલ-એન પ્રમુખ શાહબાઝ શરીફ સરકારની રચનામાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનું સમર્થન મેળવવા બિલાવલ હાઉસ પહોંચ્યા હતા. પીપીપી અધ્યક્ષ આસિફ અલી ઝરદારી, પીપીપી અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારી અને પૂર્વ વડાપ્રધાન મિયાં શહેબાઝ શરીફે સરકારની રચના અંગે ચર્ચા કરી હતી. PML-Nના ગઠબંધન સરકારમાં સામેલ થવાના પ્રસ્તાવ પર સોમવારે PPPની કેન્દ્રીય કાર્યકારી સમિતિની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ પછી, પીએમએલ-એન નેતૃત્વને પાર્ટીના નિર્ણય વિશે જાણ કરવામાં આવશે.
સૂત્રોએ દાવો કર્યો હતો કે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જો PPP સાથે વાતચીત નિષ્ફળ જશે તો PML-N MQM, JUI-F અને અન્ય નાના પક્ષો સાથે ગઠબંધન સરકાર બનાવશે. જો અન્ય પક્ષ સાથે ગઠબંધન સરકાર બનાવાની સ્થિતિમાં પીએમએલ-એન શહેબાઝ શરીફને વડાપ્રધાન અને મરિયમ નવાઝને પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી બનાવશે.