Site icon

Pakistan Election Result: નવાઝ શરીફને લાગ્યો મોટો ફટકો! ઈસ્લામાબાદની આટલી બેઠકોના પરિણામો કર્યા રદ્દઃ ઈસ્લામાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય..

Pakistan Election Result: ફેબ્રુઆરી 8 ના રોજ યોજાયેલી ચૂંટણીમાં, અંજુમ અકીલ ખાન અને તારિક ફઝલચૌધરી પાકિસ્તાન મુસ્લિમ લીગ- નવાઝ (PML-N) ની ટિકિટ પર જીત્યા હતા, જ્યારે રાજા ખુર્રમ નવાઝ સ્વતંત્ર ઉમેદવાર તરીકે જીત્યા હતા પરંતુ તેમને PTIનું સમર્થન મળ્યું ન હતું.

Pakistan Election Result Nawaz Sharif got a big blow! The results of so many meetings in Islamabad have been canceled Islamabad High Court

Pakistan Election Result Nawaz Sharif got a big blow! The results of so many meetings in Islamabad have been canceled Islamabad High Court

News Continuous Bureau | Mumbai 

Pakistan Election Result: પાકિસ્તાનની ઇસ્લામાબાદ હાઇકોર્ટે ( Islamabad High Court ) સોમવારે (ફેબ્રુઆરી 19) ચૂંટણી પરિણામોમાં હેરાફેરીના કેસની સુનાવણી કરતી વખતે રાજધાનીના ત્રણ મતવિસ્તારના ચૂંટણી પરિણામોને સ્થગિત દીધા છે.

Join Our WhatsApp Community

કોર્ટનો આ નિર્ણય ત્યારે આવ્યો જ્યારે જેલમાં બંધ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ ( PTI ) દ્વારા સમર્થિત ત્રણ ઉમેદવારો આમિર મુગલ, શોએબ શાહીન અને મોહમ્મદ અલી બુખારીએ ચૂંટણી હાર્યા બાદ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પરિણામો પર હેરાફેરી થઈ છે.

કેસની સુનાવણી ( Case hearing ) કર્યા પછી, હાઈકોર્ટે NA-46, NA-47 અને NA-48 બેઠકો માટે પાકિસ્તાનના ચૂંટણી પંચ ( ECP ) દ્વારા જારી કરાયેલ ચૂંટણી પરિણામની સૂચનાઓને સસ્પેન્ડ કરી દીધી હતી. તેમ જ કોર્ટે અંજુમ અકીલ ખાન, તારિક ફઝલ ચૌધરી અને રાજા ખુર્રમ નવાઝની જીત પર રોક લગાવી હતી, જેમણે અનુક્રમે ત્રણ બેઠકો જીતી હતી.

 જો કે પાકિસ્તાનમાં ( Pakistan  ) હજુ સુધી કોઈ પાર્ટી સરકાર બનાવી શકી નથી..

ઉલ્લેખનીય છે કે, 8 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં, અકીલ ખાન અને તારિક ચૌધરી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ ( PML-N ) ની ટિકિટ પર જીત્યા હતા, જ્યારે રાજા ખુર્રમ નવાઝ સ્વતંત્ર ઉમેદવાર તરીકે જીત્યા હતા પરંતુ તેમને PTIનું સમર્થન મળ્યું ન હતું. રાજા ખુર્રમ નવાઝ તેમની જીત બાદ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ ( PML-N )માં જોડાયા હતા.

આ સમાચાર પણ વાંચો : LIC Policy Claim: પાંચ વર્ષની લડાઈ બાદ આ ફરિયાદીને મળી જીતી , હવે LICને આખરે ચૂકવવા પડશે આટલા કરોડ ..

જો કે પાકિસ્તાનમાં હજુ સુધી કોઈ પાર્ટી સરકાર બનાવી શકી નથી. કારણ કે કોઈપણ રાજકીય પક્ષને બહુમતી મળી નથી. સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષને 266માંથી 133 બેઠકો જીતવી જરૂરી હતી. પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના 94 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી જીતી છે, જ્યારે નવાઝ શરીફની પાર્ટી પીએમએલ (એન)ના 71 ઉમેદવારો જીત્યા છે. આ સાથે બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીપીપીએ ( PPP ) આ ચૂંટણીમાં 52 અને 36 અપક્ષ ઉમેદવારો જીત્યા છે.

Donald Trump: મોદીની નીતિ સફળ: ‘હેકડી’ છોડીને ટ્રમ્પ નો યુ-ટર્ન, ભારત સાથે વેપાર સમજૂતી માટે અમેરિકા તૈયાર, PM મોદી માટે આપ્યું મોટું નિવેદન.
Lawrence Bishnoi Gang: કેનેડામાં ફરી ગેંગવોરની દહેશત! લૉરેન્સ બિશ્નોઈ ગેંગે ભારતીય વેપારીની હત્યા કરી, પંજાબી સિંગરના ઘર પર પણ ગોળીબાર.
Israel Gaza: ટ્રમ્પના શાંતિ કરારના ઊડ્યા ધજાગરા, ઇઝરાયલે ગાઝા પર ફરી એરસ્ટ્રાઇક કરી, આટલા થી વધુ લોકોના મોત
India-China Border: મોદી-જિનપિંગ મુલાકાતની અસર, સરહદ વિવાદ ઉકેલવા માટે ભારત અને ચીન વચ્ચે ફરી વાટાઘાટો શરૂ, શું સંબંધો સુધરશે?
Exit mobile version