Site icon

Pakistan Election Results 2024: શું પાકિસ્તાનમાં થઈ શકે છે ફરી ચૂંટણી, પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ.

Pakistan Election Results 2024: પાકિસ્તાનમાં જસ્ટિસ કાઝી ફૈઝ ઈસા, જસ્ટિસ મુહમ્મદ અલી અને જસ્ટિસ મુસરરતની બેન્ચે અરજીનો નિકાલ કર્યો હતો અને અરજદાર પર પાકિસ્તાની રૂપિયા 5,00,000નો દંડ પણ ફટકાર્યો છે.

Pakistan Election Results 2024 Can re-election be held in Pakistan, the Supreme Court of Pakistan gave this order..

Pakistan Election Results 2024 Can re-election be held in Pakistan, the Supreme Court of Pakistan gave this order..

News Continuous Bureau | Mumbai    

Pakistan Election Results 2024: પાકિસ્તાનની ચૂંટણીમાં ધાંધલધમાલનો મામલો સુપ્રીમ કોર્ટમાં ( Pakistan Supreme Court ) પહોંચ્યો હતો. જેમાં અરજદારે મોટાપાયે ગોટાળાનો આક્ષેપ કર્યો હતો અને પાકિસ્તાનમાં ( Pakistan  ) ફરીથી ચૂંટણી કરાવવાની માંગ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે બુધવારે 8 ફેબ્રુઆરીની સામાન્ય ચૂંટણીમાં ( general elections ) કથિત ગેરરીતિઓ અંગે નવી ચૂંટણીની માંગણી કરતી અરજીને ફગાવી દીધી હતી અને તેને “લોકપ્રિયતાનો ખેલ” ગણાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ સૈન્ય અધિકારી અને અરજીકર્તા પર કોર્ટમાં હાજર ન રહેવા બદલ દંડ પણ ફટકાર્યો હતો.

Join Our WhatsApp Community

નોંધનીય છે કે, નિવૃત્ત બ્રિગેડિયર અલી ખાને ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટને ન્યાયતંત્રની દેખરેખ હેઠળ 30 દિવસની અંદર નવેસરથી ચૂંટણી કરાવવાનો આદેશ આપવા વિનંતી કરી હતી. જેથી “નિષ્પક્ષતા, પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવે”. તેમણે આ મામલાનો ઉકેલ ન આવે ત્યાં સુધી નવી સરકારની રચના પર રોક લગાવવા માટે પણ વિનંતી કરી હતી. જો કે, અરજદાર સતત બે સુનાવણી દરમિયાન હાજર રહ્યો ન હોવાથી, પાકિસ્તાનના ચીફ જસ્ટિસ કાઝી ફૈઝ ઈસા ( Qazi Faez Isa) , જસ્ટિસ મુહમ્મદ અલી મઝહર ( Muhammad Ali Mazhar ) અને જસ્ટિસ મુસરરત હિલાલીની બેન્ચે અરજીનો નિકાલ કર્યો અને અરજદાર પર 5,00,000 પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Amrit Bharat: દેશવાસીઓ માટે આવ્યા સારા સમાચાર! હવે આટલી નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો પાટા પર દોડશે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત.

  પીએમએલ-એન અને પીપીપી ગઠબંધન સરકાર બનાવવા માટે સંમત થયા છે..

ઉલ્લેખનીય છે કે, અગાઉ, કોર્ટને જાણ કરવામાં આવી હતી કે અલી ભૂતપૂર્વ બ્રિગેડિયર હતા જેમને 2012 માં કોર્ટ માર્શલ કરવામાં આવ્યા હતા અને તેમને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. ચીફ જસ્ટિસે અરજદાર દ્વારા સુપ્રીમ કોર્ટને મોકલવામાં આવેલ ઈમેલ વાંચી સંભળાવ્યો. જેમાં તેણે કહ્યું કે તે વિદેશમાં છે અને તેની અરજી પાછી ખેંચવા માંગે છે. ચીફ જસ્ટિસ ઈસાએ આ અરજીને ‘લોકપ્રિયતા મેળવવાનો ખેલ’ ગણાવીને ફગાવી દીધી હતી.

જ્યારે પાકિસ્તાનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પીએમએલ-એન અને પીપીપી ગઠબંધન સરકાર બનાવવા માટે સંમત થયા છે. આ ગઠબંધનમાં શાહબાઝ શરીફને ફરીથી પાકિસ્તાનના વડાપ્રધાન બનાવવામાં આવી શકે છે.

US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Exit mobile version