Site icon

Pakistan: પાક. ના પૂર્વ પીએમ ઈમરાન ખાનને પાંચ દિવસમાં ત્રીજી વખત સજા, હવે આ કેસમાં ઈમરાન-બુશરાને થઇ 7 વર્ષની જેલ અને 5 લાખનો દંડ..

Pakistan: પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન અને બુશરા બીબીના 'ગેરકાયદે' લગ્નના કેસમાં આજે નીચલી કોર્ટમાં ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે ઈમરાન ખાન અને પત્ની બુશરા બીબીને સાત-સાત વર્ષની સજા ફટકારી છે. સાથે 5 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકાર્યો. ચુકાદા સમયે ઈમરાન ખાન અને બુશરા બીબી બંને કોર્ટમાં હાજર હતા.

Pakistan Ex-PM Imran Khan, wife Bushra Bibi get 7 years jail for unlawful marriage

Pakistan Ex-PM Imran Khan, wife Bushra Bibi get 7 years jail for unlawful marriage

News Continuous Bureau | Mumbai 

Pakistan: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના સંસ્થાપક ઈમરાન ખાનને 14 વર્ષની જેલની સજા સંભળાવ્યા બાદ તેમના અંગત જીવનમાં મોટો ઝટકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનની એક કોર્ટે ઈમરાન ખાન અને ભૂતપૂર્વ પ્રથમ મહિલા બુશરા બીબીના લગ્નને ગેર-ઈસ્લામિક જાહેર કર્યા છે. સાથે બંનેને ગેર-ઈસ્લામિક લગ્ન’ના કેસમાં 7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. બીબીના પહેલા પતિ ખાવર માણેકાએ કેસ દાખલ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે તેણે બે લગ્નો વચ્ચે ફરજિયાત વિરામ અથવા ઇદ્દતનું પાલન કરવાની ઇસ્લામિક પ્રથાનું ઉલ્લંઘન કર્યું છે. મહત્વનું છે કે એક દિવસ પહેલા, જેલ પરિસરમાં લગભગ 14 કલાક સુધી ચાલેલી સુનાવણી પછી, કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

Join Our WhatsApp Community

ગેર-ઈસ્લામિક લગ્નના કેસમાં સાત-સાત વર્ષની સજા

પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટ જિયો ન્યૂઝ અનુસાર, કોર્ટે આજે અદિયાલા જેલમાં બંધ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ને સજા સંભળાવી છે. પાકિસ્તાનના સ્થાપક અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ગેર-ઈસ્લામિક લગ્નના કેસમાં સાત-સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત બંને પર 5-5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ચુકાદા સમયે ઈમરાન ખાન અને બુશરા બીબી બંને કોર્ટમાં હાજર હતા. 

આ સમાચાર પણ વાંચો :  Mount Everest : માઉન્ટ એવરેસ્ટની ટોચ પરથી કેવો દેખાય છે નજારો? જો તમે 360 ડિગ્રી કેમેરા વ્યૂ જોશો તો તમે ચોંકી જશો.. જુઓ મનમોહક વીડિયો..

અગાઉ, કોર્ટે બુધવારે પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના તેમની ત્રીજી પત્ની બુશરા બીબી સાથેના ‘બિન-ઇસ્લામિક’ લગ્નને પડકારતી કેસને બરતરફ કરવાની માંગ કરતી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

નીચલી કોર્ટે ઇમરાન ખાન અને બુશરા બીબીને આ કેસમાં દોષિત ઠેરવ્યા

આ વર્ષની શરૂઆતમાં નીચલી કોર્ટે ઇમરાન ખાન અને બુશરા બીબીને લગ્નના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. 49 વર્ષની બુશરા બીબી પંજાબના જમીનદાર પરિવારમાંથી આવે છે. તેમના પ્રથમ લગ્ન  ખાવર ફરીદ મેનકા સાથે થયા હતા જે લગભગ 30 વર્ષ સુધી ચાલ્યા હતા. મેનકા પંજાબના રાજકીય રીતે પ્રભાવશાળી પરિવારમાંથી આવે છે.

બુશરા બીબીના પૂર્વ પતિએ ઈમરાન ખાન પર લગાવ્યા ગંભીર આરોપ  

ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીના પૂર્વ પતિ ખાવર ફરીદ મેનકાએ ખાન પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. બુશરા બીબીના પૂર્વ પતિ ખાવર ફરીદે કહ્યું હતું કે ઈમરાન ખાન બુશરા બીબીના અનુયાયી તરીકે ઘરમાં પ્રવેશ્યો હતો અને ધીમે ધીમે તેના લગ્ન તોડી નાખ્યા હતા અને 2018માં બુશરા બીબી સાથે લગ્ન કર્યા હતા. ખાવર ફરીદે આરોપ લગાવ્યો હતો કે તેમનું લગ્નજીવન સારું ચાલી રહ્યું હતું, પરંતુ ઇમરાન ખાનના કારણે તે તૂટી ગયું.

Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
Attack Red Fort: ચોંકાવનારો ખુલાસો! ૨૬મી જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હુમલાનું હતું આયોજન, ડૉ. મુઝમ્મિલની પૂછપરછમાં કાવતરું થયું છતું!
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Exit mobile version