Site icon News Continuous Bureau | Mumbai

Pakistan LNG Supply Crisis: કતારના એક નિર્ણયથી પાકિસ્તાન ‘ભિખારી’ જેવી હાલતમાં, LNG સપ્લાય બંધ થતા અંધારપટનું જોખમ.

Pakistan LNG Supply Crisis: પાકિસ્તાન પોતાની ૯૯% ગેસ જરૂરિયાત માટે કતાર અને UAE પર નિર્ભર; ઈરાની હુમલા બાદ કતારની ‘ફોર્સ મેજ્યોર’ નોટિસે પાડોશી દેશની ઊંઘ ઉડાડી.

Pakistan Faces Severe Energy Crisis as Qatar Issues 'Force Majeure' Notice to Stop LNG Supply Amid Middle East Conflict.

Pakistan Faces Severe Energy Crisis as Qatar Issues 'Force Majeure' Notice to Stop LNG Supply Amid Middle East Conflict.

News Continuous Bureau | Mumbai

 મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે હવે પાકિસ્તાનની દહેલીજ પર ગંભીર ઉર્જા સંકટ આવી પડ્યું છે. પાકિસ્તાનના ફેડરલ એનર્જી મિનિસ્ટર અલી પરવેઝ મલિકે પુષ્ટિ કરી છે કે કતાર દ્વારા પાકિસ્તાનને ‘ફોર્સ મેજ્યોર’ નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસનો અર્થ એ છે કે અનિવાર્ય સંજોગોને કારણે કતાર હવે પાકિસ્તાનને લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) ની સપ્લાય કરી શકશે નહીં.

Join Our WhatsApp Channel

કતાર પર પાકિસ્તાનની ૯૯% નિર્ભરતા

એનાલિટિક્સ ફર્મ ‘કેપ્લર’ (Kpler) ના આંકડા મુજબ, પાકિસ્તાન માટે આ સમાચાર કોઈ આઘાતજનક છે.
પાકિસ્તાન પોતાની ગેસની જરૂરિયાતના ૯૯% હિસ્સા માટે કતાર અને સંયુક્ત આરબ અમીરાત (UAE) પર નિર્ભર છે.
સરખામણીએ ભારતની નિર્ભરતા ૫૩% અને બાંગ્લાદેશની ૭૨% છે. ભારત પાસે અન્ય વિકલ્પો હોવા છતાં પાકિસ્તાન પાસે અત્યારે ગેસ મેળવવાનો કોઈ રસ્તો બચ્યો નથી.

આ સમાચાર પણ વાંચો : Finance Ministry Report: ઈઝરાયેલ-ઈરાન સંકટથી ભારતનું બજેટ ખોરવાશે! રૂપિયો તળિયે જવાની અને મોંઘવારી વધવાની આશંકા; જાણો નાણા મંત્રાલયની ચેતવણી

ઈરાની હુમલા અને સપ્લાય ચેઈન ઠપ

કતારના આ નિર્ણય પાછળ ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચેનો જંગ જવાબદાર છે. તાજેતરમાં ઈરાને કતારના એલએનજી પ્લાન્ટો પર અનેક મિસાઈલ ડાઘ્યા હતા, જેના કારણે ત્યાં ઉત્પાદન અને સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. કતારે પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સપ્લાય અટકાવવી પડી છે. પાકિસ્તાન પાસે ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમનો પણ અત્યંત સીમિત જથ્થો બચ્યો છે, જે ગણતરીના દિવસોમાં જ ખતમ થઈ શકે છે.

વીજળી ગુલ થવાનો અને મોંઘવારીનો ભય

પાકિસ્તાનમાં ગેસની અછતને કારણે વીજ ઉત્પાદન પર માઠી અસર પડશે, જેનાથી દેશભરમાં લાંબા સમય સુધી પાવર કટ (લોડ શેડિંગ) થઈ શકે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ પહેલાથી જ આસમાને પહોંચ્યા છે, ત્યારે ગેસની કિંમતો વધતા સામાન્ય જનતાની મુશ્કેલીઓ અનેકગણી વધી જશે. નિષ્ણાતો માને છે કે જો પાકિસ્તાનને તાત્કાલિક અન્ય સ્ત્રોત નહીં મળે, તો ૧૦-૧૫ દિવસમાં આખો દેશ ઠપ થઈ શકે છે.

 

Kenya Orders Tata Chemicals To Exit ‘બોરીબિસ્તરા બાંધો અને નીકળો’ આ દેશ ના પ્રેસિડેન્ટે ટાટા ગ્રુપની સદી જૂની કંપનીને કામકાજ રોકવા ફરમાન કર્યું
Trump Top 35 Leaders List ટ્રમ્પમોદી મિત્રતાનો નવો પુરાવો યુએસ રાજદૂત ગોરે કહ્યું ‘ટ્રમ્પની 35 સૌથી ખાસ લોકોની યાદીમાં મોદી ટોપ પર હશે’
Extreme El Nino 2027 Warning 1000 વર્ષનો રેકોર્ડ તૂટશે ‘ગોડઝિલા અલ નીનો’ પૃથ્વીને ભઠ્ઠીની જેમ તપાવશે, 2027 બનશે ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ!
India Ready to Help End Ukraine Russia War વૈશ્વિક મંચ પર ભારતની મોટી પહેલ એસ. જયશંકરે કહ્યું યુક્રેનરશિયા યુદ્ધ પૂરું કરાવવા માટે ભારત તૈયાર
Exit mobile version