News Continuous Bureau | Mumbai
ભારતનો પાડોશી દેશ(India's neighboring country) પાકિસ્તાન પૂરના(Pakistan floods) કારણે હાહાકાર મચી ગયો છે. સ્વાત અને સિંધુ નદીઓના(Swat and Indus rivers) જર્જરિત સ્વરૂપને કારણે લગભગ અડધો દેશ ડૂબી ગયો છે. આ બગડતી પરિસ્થિતિને જોતા સરકારે રાષ્ટ્રીય કટોકટી (national crisis) જાહેર કરી છે. વડા પ્રધાન શાહબાઝ શરીફે(Prime Minister Shahbaz Sharif) ઇસ્લામાબાદ (Islamabad) સ્થિત રાજદૂતો(ambassadors), ઉચ્ચાયુક્તો(High Commissioners) અને અન્ય પસંદગીના રાજદ્વારીઓ સાથે બેઠક યોજીને તેમને દેશમાં પૂરની ભયંકર પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.
આ પૂરથી ૩ કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને ૧૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. તૂટેલાં રસ્તા અને પુલને કારણ કેટલાક વિસ્તારો સાથે સંપર્ક પણ તૂટી ગયો છે. તેટલું જ નહીં, ભારે વરસાદને(Heavy rain) કારણે ખેતીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઊભેલા પાક ધોવાઈ ગયા છે અને પશુઓના મોત(Animal death) નીપજ્યા છે. સિંધ અને બલોચિસ્તાનમાં(Sindh and Balochistan) પાકિસ્તાન રેલવેએ(Pakistan Railway) કેટલીક જગ્યાએ રેલવે સેવા(Railway service) રોકી દીધી છે.
આ સમાચાર પણ વાંચો: શું તમને ખબર છે- વિશ્વના આ દેશમાં કોફી ન પિવડાવવા પર મળે છે તલાક-જાણો તલાકના અજીબ કાયદાઓ
દેશના ઘણા ભાગોમાં બસો અને ટ્રેનોને સ્થગિત કરી દેવામાં આવી છે. એક દાયકા પછી પૂરની આવી પાયમાલી જોવા મળી રહી છે. દેશમાં ૭ લાખ મકાનો સંપૂર્ણ અથવા આંશિક રીતે ક્ષતિગ્રસ્ત છે, તો લગભગ ૫૭ લાખ લોકો બેઘર થઈ ગયા છે. પાકિસ્તાનની આપાતકાલિન એજન્સીએ કહ્યુ છે કે, ૩ હજાર કિલોમીટર સુધી રસ્તા અને અંદાજે ૧૫૦ જેટલા પુલ સહિત સાત લાખ ઘર પર પાણી ફરી વળ્યાં છે.
પરિસ્થિતિને ધ્યાને રાખતા શાહબાઝ શરીફની સરકારને બચાવવા અને રાહત કાર્યમાં મદદ કરવા માટે પાકિસ્તાનની સેનાને(Pakistan Army) મેદાનમાં ઉતારવી પડી છે. પૂરને દેશને 4 અબજ ડોલરથી વધુનું આર્થિક નુકસાન થવાનો અંદાજ છે. દરમિયાન પાકિસ્તાન દેશના હવામાન વિભાગે ચાલુ અઠવાડિયામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.