News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા (Social media) પર એવા ઘણા લોકોના વીડિયો વાયરલ થતા હોય છે, જેઓ પોતાના ડાન્સ (Dance) કે પોતાની સુંદરતાથી દરેકને દિવાના બનાવી દે છે. દરમિયાન એવો જ એક પાકિસ્તાની યુવતી (Pakistan Girl) નો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જે પોતાના ડાન્સથી બધાને દિવાના બનાવી રહી છે.
पाकिस्तानी लड़की ने किया लता मंगेशकर के गाने पर बहुत ही खूबसूरत डांस ❤️😍 pic.twitter.com/aVpRurmI8X
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 17, 2022
આ વાયરલ વીડિયોમાં ડાન્સ કરતી યુવતીનું નામ આયેશા છે. વીડિયોમાં આયેશા લતા મંગેશકર (Lata Mangeshakar) ના ગીત ‘મેરા દિલ’ પર અદભૂત ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ યુવતી એક લગ્ન સમારોહમાં ડાન્સ કરી રહી છે અને તેના ડાન્સ સ્ટેપ્સથી દરેક લોકો સ્તબ્ધ છે. વીડિયોમાં ગ્રીન સૂટ પહેરેલી આ છોકરી મહેમાનોની વચ્ચે ડાન્સ કરતી જોવા મળી રહી છે. લોકો તેની સુંદરતા અને તેના ડાન્સના દીવાના થઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: કામ ના સમાચાર : આજે જ પતાવી દેજો બેંક સંબંધિત કામો. આવતીકાલથી આટલા દવિસ બેંકો બંધ રહેશે..