News Continuous Bureau | Mumbai
Pakistan Gold Mines: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સોના સહિત અનેક ખનિજોનો ભંડાર છે, તેથી પાકિસ્તાન હવે સાઉદી અરેબિયાને સોના અને તાંબાની ખાણો વેચવા જઈ રહ્યું છે. ખાણોની જાણકારી ધરાવતા લોકોએ મિડીયા સાથે વાત કરતા કહ્યું હતું કે, સાઉદી અરેબિયા રેકો ડિકમાં ( Reco Dick ) બેરિક ગોલ્ડ કોર્પોરેશન દ્વારા નિયંત્રિત ખાણમાં હિસ્સો મેળવવાની નજીક છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, સાઉદી અરેબિયા પાકિસ્તાનની ખાણોમાં 1 અબજ ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યું છે.
બ્લૂમબર્ગ રિપોર્ટ અનુસાર, સાઉદી અરેબિયા ( Saudi Arabia ) પાકિસ્તાનની ખાણમાં ( Gold Mines ) 1 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે. ટ્રાન્ઝેક્શનની શરતો પર પ્રારંભિક કરાર થઈ ગયો છે અને આગામી થોડા અઠવાડિયામાં તેની જાહેરાત થવાની અપેક્ષા છે. આ સમાચાર સામે આવ્યા બાદ પાકિસ્તાનના ( Pakistan News ) લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. પાકિસ્તાની યુટ્યુબર શોએબ ચૌધરીએ ખાણો વેચવાના મુદ્દાને લઈને પાકિસ્તાનના લોકો સાથે વાત કરી હતી. આ દરમિયાન પાકિસ્તાનના લોકોએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. પાકિસ્તાનના એક વ્યક્તિએ યુટ્યુબર સાથે વાત કરતા કહ્યું હતું કે, અહીંના શાસકો પૈસાના આધારે સરકારમાં આવે છે, તેથી તેઓ પહેલા પૈસા કમાવવા પર વધુ ધ્યાન આપે છે.
Pakistan Gold Mines: સોનાની ખાણ વેચવાની ચિંતા ન કરવી જોઈએ, કારણ કે પહેલેથી જ પાકિસ્તાનમાં બધું ગીરવે મુકાયું છે.
બીજી એક વ્યક્તિએ યુટ્યુબર સાથે વાત કરતા કહ્યું હતું કે, પાકિસ્તાન ન તો તેના શાસકો દ્વારા ચલાવવામાં આવે છે અને ન તો તેના લોકો દ્વારા. આ વ્યક્તિએ કહ્યું હતું કે, પાકિસ્તાન ( Pakistan PM ) કોઈ અન્ય દ્વારા ચલાવવામાં આવે છે, જેના વિશે બધા જાણે છે. જો કે, આ વ્યક્તિ પાકિસ્તાનના આર્મી તરફ ઈશારો કરી રહ્યો હતો. શોએબ ચૌધરી સાથેની વાતચીત દરમિયાન એક સરકારી કર્મચારીએ કહ્યું હતું કે, પાકિસ્તાનના લોકોને ધર્મના નામે વહેંચવામાં આવ્યા છે. અહીં દરેક મુસ્લિમ હોવા છતાં પણ દરેક વિભાજિત સ્થિતિમાં છે. સ્થિતિ એવી છે કે એક જાતિની વ્યક્તિ બીજા જાતિના મસ્જિદમાં જઈને કંઈ બોલી શકતી નથી. ઈરાન પાસેથી તેલ લેવાના મુદ્દે આ વ્યક્તિએ કહ્યું હતું કે, પ્રશાસન ગુલામી કોઈ બીજાની કરે અને તેલ ઈરાન પાસેથી લે તે શક્ય નથી.
આ સમાચાર પણ વાંચો : Sam Pitroda: એક ગુજરાતી ‘સુથાર’ પહેલીવાર ઈન્દિરા ગાંધીને મળ્યો ત્યારે શું થયું? ભારતમાં ટેલિકૉમ ક્રાંતિ લાવનારા સામ પિત્રોડાની શું છે કહાણી..
એક અન્ય વ્યક્તિએ યુટ્યુબર સાથે વાત કરતા કહ્યું હતું કે, પાકિસ્તાને પોતાની આવકના સ્ત્રોત વેચવાને બદલે અન્ય ક્ષેત્રોમાં કામ કરવું જોઈએ . પાકિસ્તાને ભારત અને અન્ય પડોશી દેશો પાસેથી શીખવું જોઈએ, જ્યાં ઉદ્યોગો વિકાસ કરી રહ્યા છે અને રોજગારી પેદા કરી રહ્યા છે. અન્ય એક વ્યક્તિએ કહ્યું કે સોનાની ખાણ વેચવાની ચિંતા ન કરવી જોઈએ, કારણ કે પહેલેથી જ પાકિસ્તાનમાં બધું ગીરવે મુકાયું છે.