Pakistan Martial law: સીમા હૈદરના કારણે પાકિસ્તાનમાં મચ્યો ખળભળાટ… પીએમ શરીફ માર્શલ લો લગાવવાની તૈયારીમાં… સાંપ્રદાયિક હિંસાનો….

Pakistan Martial law: ઈમરાન ખાનની ધરપકડ અને કાયદાકીય કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં રાજકીય ટકરાવ વધી ગયો છે. આ સિવાય આતંકવાદી ઘટનાઓ પાકિસ્તાનની મુશ્કેલી વધારી રહી છે.

by kalpana Verat
Martial law will be imposed in Pakistan because of Seema Haider! Fear of communal violence is haunting PM Sharif

 News Continuous Bureau | Mumbai 

Pakistan Martial law: પાકિસ્તાન (Pakistan) માં સ્થિતિ એવી છે કે ત્યાંની શહેબાઝ શરીફ સરકાર (Shahbaz Sharif Govt) ને મોહરમ (Muharram) મહિનામાં સાંપ્રદાયિક હિંસા (Communal Violence) નો ડર સતાવવા લાગ્યો છે. આ કારણે શાહબાઝ સરકારે કલમ 245નો ઉપયોગ કરીને કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સેનાને સોંપી દીધી છે. પાકિસ્તાની સેનાએ પણ દેશમાં માર્શલ લો (Martial Law) ની તૈયારી શરૂ કરી દીધી છે.

સીમા હૈદર (Seema Haider) ને લઈને બગડતો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને મોહરમમાં સાંપ્રદાયિક હિંસા રોકવા જેવા મુદ્દાઓને આધારે પાકિસ્તાનમાં કલમ-245 લાગુ કરવામાં આવી છે. પાકિસ્તાનમાં કલમ-245 હેઠળ દેશભરમાં સેનાની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.

  સીમા હૈદરને લઈને કટ્ટરપંથી સક્રિય

પાકિસ્તાન સાથે જોડાયેલ એક સત્ય એ પણ છે કે દેશમાં સરકાર કરતાં સેના વધુ ચાલે છે. આ કારણથી મોહરમના બહાને સેનાએ પાકિસ્તાનમાં માર્શલ લૉ લાગુ કરવાના સંકેત આપ્યા છે. કલમ 245 પાકિસ્તાનના બંધારણમાં એક મહત્વપૂર્ણ જોગવાઈ છે. આ અંતર્ગત સંઘીય સરકાર કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સેનાને સોંપી શકે છે.

આ સમયે પાકિસ્તાનમાં કલમ 245 લાગુ કરવાની જરૂર છે કારણ કે દેશમાં સ્થિતિ ઝડપથી બગડી રહી છે. અગાઉની સરખામણીમાં આતંકવાદી સંગઠનો (Terrorist Organizations) દ્વારા હુમલાની સંખ્યામાં વધારો થયો છે. આર્થિક મોરચે પણ પાકિસ્તાનની હાલત ખરાબ છે. સીમા હૈદરને લઈને પણ કટ્ટરપંથી સક્રિય છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Rains: યવતમાલમાં વરસાદે મચાવી તબાહી… 240 મીમી વરસાદ.. બેના મોત… હેલિકોપ્ટરની મદદથી 43 લોકોને બચાવાયા.. હાલની શું છે સ્થિતિ જાણો..

2023માં જાન્યુઆરીથી જૂન સુધીમાં 271 આતંકવાદી હુમલા થયા હતા

ઈમરાન ખાન (Imran Khan) ની ધરપકડ અને કાયદાકીય કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં રાજકીય મુકાબલો વધ્યો છે. આ સિવાય આતંકવાદી ઘટનાઓ પાકિસ્તાનની મુશ્કેલી વધારી રહી છે. આંકડા મુજબ પાકિસ્તાને જેમને ઉછેર્યા છે તે આતંકવાદીઓ હવે પાકિસ્તાનનો પાયો હચમાવવા લાગ્યા છે.

જાન્યુઆરીથી જૂન 2023 સુધીમાં 271 આતંકવાદી હુમલા થયા છે. આ હુમલાઓમાં 389 લોકોના મોત થયા છે. પાકિસ્તાનમાં કાયદો અને વ્યવસ્થા આતંકવાદી ઘટનાઓ પર કડક કાર્યવાહી કરવાની સરકારની શક્તિની બહાર બની ગઈ છે. આવી સ્થિતિમાં સરકારે સેનાને કમાન સોંપી દીધી છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More