Site icon

કેવા દિવસો આવ્યા-પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રીએ લોકોને આપી ઓછી ચા પીવાની સલાહ- કારણ જાણીને લાગશે નવાઈ

News Continuous Bureau | Mumbai

ભારતના પાડોશી દેશ શ્રીલંકા(Srilanka) બાદ હવે પાકિસ્તાનની(Pakistan) આર્થિક સ્થિતિ(Economic status) ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, થોડા સમયમાં પાકિસ્તાનની સ્થિતિ શ્રીલંકા જેવી થઇ જાય તો નવાઈ નહીં. આર્થિક સંકટમાંથી(economic crisis) પસાર થઇ રહેલ પાકિસ્તાનની અર્થતંત્રની ગાડી કઇ રીતે ફરીથી પાટા પર લાવી શકાય તે સરકારને સમજાઈ નથી રહ્યું.

Join Our WhatsApp Community

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. શાહબાઝ સરકાર(Shahbaz Sarkar) ચીન(China), સાઉદી અરેબિયા(Saudi Arabia) જેવા દેશો પાસેથી લોન શોધી રહી છે. આ સાથે ઈસ્લામાબાદ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની(Islamabad International Monetary Fund) પણ મદદ માંગી રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાની સરકારની હતાશા સ્પષ્ટ થઇ જ્યારે એક કેન્દ્રીય મંત્રીએ(Central Minister) દેશની અર્થવ્યવસ્થાને બચાવવા માટે લોકોને ચા ઓછી પીવાની સલાહ આપી.

આ સમાચાર પણ વાંચો : આ મુસ્લિમ દેશ ભારતની સાથે- કહ્યું અમે શા માટે પયગંબરની ટિપ્પણી સંદર્ભે વિરોધ કરીએ- જાણો કયો છે તે દેશ

મીડિયા સાથેની વાતચીત દરમિયાન એહસાન ઈકબાલે(Ahsan Iqbal) લોકોને અર્થવ્યવસ્થા બચાવવાની અપીલ કરી અને કહ્યું કે હું દેશને એક કપથી(Tea cup) ઓછી ચા પીવાની અપીલ કરીશ. આપણે જે પણ ચા ખરીદી રહ્યાં છે, તે ઉધાર લઇને  ખરીદી રહ્યાં છે.  

ઉલ્લેખનીય છે કે અગાઉ વીજળી સંકટમાંથી(power crisis) પસાર થઇ રહેલાં પાકિસ્તાનમાં રાતે 8:30 વાગે બધા જ બજારો બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે.

Diego Garcia Missile Attack: ઈરાનનો અમેરિકા પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો: હિંદ મહાસાગરમાં અમેરિકી બેઝ પર મિસાઈલ વર્ષા; શું હવે ટ્રમ્પ આપશે જડબાતોડ જવાબ?
US Lift Iran Oil Sanctions: ‘બજારમાં તેલ-ગેસનો પુરવઠો થશે પૂર્વવત! હોર્મુઝની સામુદ્રધુનીમાં અવરોધ દૂર થવાના સંકેત; અમેરિકાની જાહેરાતથી ભારત સહિત અનેક દેશોને રાહત
‘Donald Trump Middle East Policy: મધ્ય-પૂર્વમાં તણાવ વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત; શું અમેરિકા યુદ્ધમાંથી પીછેહઠ કરી રહ્યું છે? જાણો લેટેસ્ટ અપડેટ.
Tragic Accident Near Panvel: મહારાષ્ટ્રમાં કાળમુખો અકસ્માત: IIT બોમ્બેના ૩ તેજસ્વી વિદ્યાર્થીઓના મોત; લોનાવાલાથી સૂર્યોદય જોઈ મુંબઈ પરત ફરતી વખતે સર્જાઈ દુર્ઘટના
Exit mobile version