ન્યુઝ ક્નટીન્યુઝ,
મુંબઈ,05 માર્ચ, 2022
શનિવાર,
રશિયા-યુક્રેન યુદ્ધ પર પાકિસ્તાનના વલણને કારણે પશ્ચિમી દેશો સાથે તેના સંબંધો વણસતા જઈ રહ્યા છે.
પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) મોઈદ યુસુફની આગામી સપ્તાહે બ્રિટનની મુલાકાત રદ કરવામાં આવી છે.
બ્રિટિશ સરકારે કોઈપણ માહિતી વિના આ પ્રવાસ રદ કર્યો છે.
પાકિસ્તાની NSA આવતા અઠવાડિયે બ્રિટનની મુલાકાત લેવાના હતા
કહેવામાં આવી રહ્યું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને પાકિસ્તાનની નીતિના કારણે આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.