344
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
પાકના PM ઈમરાન ખાને ફરી એકવાર ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)માં કાશ્મીર રાગ આલાપ્યો છે.
ઈમરાન ખાને અહીં યોજાયેલી OIC ની બેઠકમાં કહ્યું કે, અમારી વસ્તી 150 કરોડ છે પરંતુ અમારો અવાજ કોઈ સાંભળતું નથી.
અમે ફક્ત કાશ્મીર અને પેલેસ્ટાઈનના સામાન્ય લોકો અને માનવ અધિકારોની વાત કરી રહ્યા છીએ. પરંતુ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નિયમો તે લોકોની તરફેણમાં છે.
આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે આપણે ભારતની સામે કાશ્મીર મુદ્દે એક સંયુક્ત મોરચો ઉભો કરવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયાએ પણ આ બેઠકમાં કાશ્મીરને લઈને નિવેદન આપ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : ખુરશી બચાવવા માટે હવે ન્યાય પ્રણાલીના રસ્તે, પક્ષપલટાથી નારાજ PM ઈમરાન ખાને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો. જાણો વિગતે
You Might Be Interested In