Site icon

પાકિસ્તાનમાં પાવર સિસ્ટમ ફેલ, કરાચી-લાહોર સહિતના આ મોટા શહેરોમાં વીજળી ગુલ

પાકિસ્તાનની હાલત કોઈનાથી છુપી નથી. પાકિસ્તાન સંપૂર્ણપણે દેવામાં ડૂબી ગયું છે. અહીંના વડા પ્રધાન શાહબાઝ શરીફ અનેક દેશો પાસેથી લોન માગી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાનમાં વધુ એક નવી સમસ્યા સામે આવી છે. જેના કારણે લોકો અંધારામાં જીવવા મજબૂર બન્યા છે. પાકિસ્તાનમાં પાવર સિસ્ટમ ફેલ થવાને કારણે વીજ સંકટની સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાનના ઈસ્લામાબાદ, કરાચી લાહોર સહીતના મોટા ભાગના શહેરોમાં વીજળી ગુલ થઈ છે.

Pakistan power outage: Parts of Islamabad, Lahore, Karachi in dark for hours

પાકિસ્તાનમાં પાવર સિસ્ટમ ફેલ, કરાચી-લાહોર સહિતના આ મોટા શહેરોમાં વીજળી ગુલ

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનની હાલત કોઈનાથી છુપી નથી. પાકિસ્તાન સંપૂર્ણપણે દેવામાં ડૂબી ગયું છે. અહીંના વડા પ્રધાન શાહબાઝ શરીફ અનેક દેશો પાસેથી લોન માગી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાનમાં વધુ એક નવી સમસ્યા સામે આવી છે. જેના કારણે લોકો અંધારામાં જીવવા મજબૂર બન્યા છે. પાકિસ્તાનમાં પાવર સિસ્ટમ ફેલ થવાને કારણે વીજ સંકટની સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાનના ઈસ્લામાબાદ, કરાચી લાહોર સહીતના મોટા ભાગના શહેરોમાં વીજળી ગુલ થઈ છે.

Join Our WhatsApp Community

નેશનલ ગ્રિડની સિસ્ટમ ફ્રિક્વન્સી ફેલ

મીડિયા અહેવાલો પ્રમાણે, પાકિસ્તાનના ઊર્જા મંત્રાલયે કહ્યું છે કે સોમવારે સવારે લગભગ સાત વાગ્યે પાકિસ્તાનની નેશનલ ગ્રિડની સિસ્ટમ ફ્રિક્વન્સી ફેલ થઈ છે. તેને કારણે દેશભરમાં પાવર સિસ્ટમ પ્રભાવિત થતા વીજળી ગુલ થઈ છે. તેનું સમારકામ હાથ ધરાયું છે. પાકિસ્તાનના મીડિયા પ્રમાણે, કરાચી, લાહોરના ઘણાં વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

મેટ્રો સેવા પ્રભાવિત

પાકિસ્તાનના કરાચી, લાહોર, ક્વેટા સહિત બલૂચિસ્તાનમાં પાવર  સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. વીજળીના અભાવે મેટ્રો સેવા ઠપ થઈ ગઈ છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અન્ય માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા છે, જે ખૂબ મોંઘું બની રહ્યું છે. 

 આ સમાચાર પણ વાંચો: મુંબઈ વાસીઓ નવી મેટ્રોના પ્રેમમાં પડ્યા : સતત બીજા દિવસે એક લાખથી વધુ પ્રવાસી. જાણો વિગત

ટ્રાન્સમિશન લાઈનમાં ટેકનિકલ ખામી

ક્વેટા, ઈસ્લામાબાદ, લાહોર, મુલતાન, કરાચી ઉપરાંત મોલ રોડ, કેનાલ રો અને લાહોરના અન્ય વિસ્તારો સહિત બલૂચિસ્તાનના 22 જિલ્લાઓમાં લોકો પાવર કટનો સામનો કરી રહ્યા છે. ટ્રાન્સમિશન લાઈનમાં ટેક્નિકલ ખામીને કારણે સિંધ, ખૈબર પખ્તુનખ્વા, પંજાબ અને ઈસ્લામાબાદમાં વીજળી નથી. 

Russia: પુતિને ટ્રમ્પને આપ્યો સૌથી મોટો આંચકો! પ્લુટોનિયમ કરાર રદ્દ, રશિયા હવે શું કરશે?
US-China Trade: અમેરિકન ટેરિફમાંથી ચીનને રાહત? નાણા મંત્રી બેસેન્ટનો મોટો દાવો, ‘સમજૂતી દ્વારા સમાધાન શક્ય’
Donald Trump: ‘કોણ બૂમો પાડે છે?’ પત્રકારના સવાલ પર ટ્રમ્પે ગુસ્સે થઈને શું કહ્યું? જાણો વિવાદનું કારણ
Pakistan-Afghan tensions: તણાવ ચરમસીમા પર: અફઘાન સીમા પર આતંકવાદીઓ સાથેની અથડામણમાં આટલા પાકિસ્તાની સૈનિકો શહીદ
Exit mobile version