244
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑક્ટોબર, 2021
ગુરુવાર
પાકિસ્તાનમાં આજે સવારે ભૂકંપના તેજ ઝટકા અનુભવાયા છે. ભૂકંપના ઝટકા દક્ષિણ પાકિસ્તાનના હરનાઈમાં અનુભવાયા છે.
પાકિસ્તાની મીડિયા મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.0 માપવામાં આવી. ભૂકંપનમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. 200થી વધુ લોકો ઘાયલ થવાના પણ અહેવાલ છે.
આ સિવાય, ઘણા મકાનોને પણ નુકસાન થયું છે. ભૂકંપની તીવ્રતા ખૂબ જ મજબૂત હતી અને આસપાસના ઘણા જિલ્લાઓમાં નુકસાનની જાણકારી મળી રહી છે.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી મુજબ, ભૂકંપના આંચકા આજે સવારે 3:30 વાગ્યે અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર લગભગ 20 કિલીમીટર (12 માઇલ) જમીનની નીચે હતું.
NCBની કાર્યવાહીની ટીકા કરનારા નવાબ મલિક માટે ભાજપના આ નેતાએ કહી દીધી મોટી વાત.. જાણો વિગત.
You Might Be Interested In