News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનના(Pakistan) એક રેસ્ટોરેન્ટની(restaurant) ખુબ જ શરમજનક હરકત સામે આવી છે. જેના કારણે આ રેસ્ટોરેન્ટ વિવાદોમાં સપડાઈ છે. કરાચીની(Karachi) એક રેસ્ટોરન્ટના બોલિવૂડ ફિલ્મ(Bollywood movie) ગંગૂબાઈ કાઠિયાવાડીના(Gangubai Kathiyawadi) એક સીનની સોશિયલ મીડિયા(Social media) ઉપર નાંખ્યો હતો. આ સીનમાં આલિયા ભટ્ટ(Alia Bhatt) છે. આલિયા ભટ્ટની વીડિયો ક્લિપને(video clip) પુરુષ ગ્રાહકો માટે ઓફરની જેમ શેર કરવામાં આવી હતી. વીડિયો શેર(Video share) કર્યા બાદ હવે નવો વિવાદ શરૂ થયો છે. એટલું જ નહીં પોસ્ટરની સાથે રેસ્ટોરન્ટના પુરુષો માટે 25 ટકા છૂટની જાહેરાત કરી હતી. રેસ્ટોરન્ટ સ્વિંગના(Restaurant Swing)આ પોસ્ટરને કેપ્શનની સાથે શરે કર્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ, પાકિસ્તાનના કરાચી સ્થિતિ એક સ્વિંગ રેસ્ટોરન્ટે બોલિવૂડ ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીના એક સીનનો ઉપયોગ કરીને પુરુષ ગ્રાહકોને(male customers) ઓફર આપી હતી. રેસ્ટોરન્ટએ આને પોતાના સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો છે. જેની ભારે આલોચના થઈ રહી છે. વીડિયો ક્લિપ ગંગૂબાઈ કાઠિયાવાડી ફિલ્મની છે. ફિલ્મમાં આલિયાએ એક વેશ્યાની ભૂમિકા નિભાવી હતી. ત્યારબાદ પ્રભાવશાળી વેશ્યાલયની માલિક બની ગઈ હતી. આ ફિલ્મમાં એક સીન છે જેમાં આલિયા ભટ્ટ ગ્રાહકોને રિઝાવવા માટે હાથથી ઈશારા કર્યા છે. કરાચીની આ રેસ્ટોરન્ટ હવે પબ્લિસિટી(Publicity) માટે આ સીનનો ઉપયોગ કર્યો છે. કરાચીની સ્વિંગ રેસ્ટોરન્ટના આલિયા ભટ્ટના એ પોસ્ટરની સાથે માત્ર પુરુષ ગ્રાહકો માટે ૨૫ ટકા છૂટની સાથે ઓફર કરી છે. રેસ્ટોરન્ટે સોમવારે આ ઓફર કાઢી હતી. જેની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, 'આજા ના રાજા, કિસકા ઇન્તજાર હૈ' પાકિસ્તાનની રેસ્ટોરન્ટે આનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ ઉપર પોસ્ટ કર્યો છે. રેસ્ટોરેન્ટની આ હરકત બાદ રેસ્ટોરન્ટની ચારે બાજુ નિંદા થઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : એક ઓર ખડુસ બોસ- આ કંપનીના કર્મચારીઓને બોસની ટીકા કરવી પડી ભારે- ગુમાવવી પડી નોકરી