Site icon

Pakistan: સમસમી ઉઠેલા પાકિસ્‍તાને મિસાઈલ હુમલાનો લીધો બદલો, ઈરાનમાં ઘણા આતંકવાદી ટાર્ગેટ પર કર્યો હુમલો..

Pakistan: પાકિસ્તાને કથિત રીતે બલૂચિસ્તાનમાં ઈરાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન અને મિસાઈલ હુમલાનો બદલો લીધો છે.

Pakistan retaliated to Iran by airstrike. Pakistan Targeted Militant Targets In Iran Pakistan retaliated to Iran by airstrike..

Pakistan retaliated to Iran by airstrike. Pakistan Targeted Militant Targets In Iran Pakistan retaliated to Iran by airstrike..

News Continuous Bureau | Mumbai

Pakistan : પાકિસ્તાને કથિત રીતે બલૂચિસ્તાનમાં ( Balochistan ) ઈરાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન અને મિસાઈલ હુમલાનો ( missile attack) બદલો લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાનના ( Iran ) હુમલાના એક દિવસ બાદ જ પાકિસ્તાને ઈરાનમાં આતંકવાદી ઠેકાણા ( terrorist hideout ) પર કથિત રીતે હુમલો કર્યો છે. હુમલા 9 લોકો માર્યાની માહિતી મળી છે. પાકિસ્તાને મંગળવારે રાત્રે ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાની આકરી ટીકા કરી હતી અને જવાબી કાર્યવાહી કરવાની વાત કરી હતી. પાકિસ્તાને કહ્યું હતું કે ઈરાનના હુમલામાં બે બાળકો અને ત્રણ મહિલાઓના મોત થયા છે. 

Join Our WhatsApp Community

પાકિસ્તાની હુમલા પહેલા ઈરાનના વિદેશ મંત્રી આમિર અબ્દુલ્લાહિયાએ ( Aamir Abdullahi ) કહ્યું હતું કે બંને દેશો વચ્ચે ભાઈચારાના સંબંધો છે. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે ઈરાને પાકિસ્તાનની સીમા પર હુમલો કર્યો હોવા છતાં હુમલો પાકિસ્તાન પર નહીં પરંતુ પાકિસ્તાનમાં છુપાયેલા ઈરાની આતંકવાદીઓ પર છે. તેણે કહ્યું, “જૈશ ઉલ-અદલ ઈરાની આતંકવાદી સંગઠન છે. તેણે પાકિસ્તાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતના કેટલાક ભાગોમાં આશ્રય લીધો છે.”

 ઈરાનના હુમલા બાદ પાકિસ્તાને તેહરાનમાંથી પોતાના રાજદૂતને પરત બોલાવ્યા હતા…

ઈરાનના હુમલા બાદ પાકિસ્તાને તેહરાનમાંથી પોતાના રાજદૂતને પરત બોલાવ્યા હતા અને ઈરાનના રાજદૂતને પાકિસ્તાન પરત ફરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું, “પાકિસ્તાને તેના રાજદૂતને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો છે, જ્યારે અમે પાકિસ્તાનમાંથી ઈરાનના રાજદૂતને પાકિસ્તાન પાછા આવવાની મંજૂરી આપી નથી.

આ સમાચાર પણ વાંચો : Ram Mandir : બાબરી મસ્જિદથી 3 કિમી દૂર બની રહ્યું છે રામ મંદિર?! સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરનું શું છે સત્ય? જાણો – અહીં..

પાકિસ્તાન અને ઈરાન વચ્ચે અભૂતપૂર્વ તણાવ ચાલી રહ્યો છે. ભલે બંને દેશો વચ્ચેના સંબંધો પહેલા બહુ સારા ન હતા, પરંતુ આ પહેલા ક્યારેય સ્થિતિ આટલી બગડી ન હતી. ઈરાન અને પાકિસ્તાન સરહદો વહેંચે છે, તેમ છતાં બંને વચ્ચે કોઈ પરસ્પર સ્થાયી સંબંધ નથી. ઈરાન શિયા બહુમતી દેશ છે. જ્યારે પાકિસ્તાન સુન્ની બહુમતી દેશ છે. બંને દેશો સમયાંતરે એકબીજા પર આતંકવાદી હુમલાનો આરોપ લગાવતા રહે છે. ઈરાને ઘણી વખત પાકિસ્તાન પર સરહદ પારથી ડ્રગ્સની પણ દાણચોરીનો આરોપ લગાવ્યો છે.

Indian Navy: ત્રણ દેશોની ઊંઘ હરામ! ભારતીય નૌસેનાના 3 એવા પગલાં, જેનાથી પાકિસ્તાન, ચીન અને તુર્કીમાં મચ્યો ખળભળાટ!
Donald Trump: નવા યુદ્ધનો ભય? ટ્રમ્પે પુતિનને આપી સીધી ચેતવણી; ભારતની વિદેશ નીતિ સામે સૌથી મોટો પડકાર!
Afghanistan: ભારત પછી હવે આ દેશ પણ પાકિસ્તાનનું પાણી રોકશે? કુનાર નદી પર બંધ બનાવવાની તૈયારીઓ શરૂ
Peru: પેરૂમાં રાજકીય સંકટ: નવા રાષ્ટ્રપતિ સામે ઉગ્ર વિરોધ, હિંસા ફાટી નીકળતાં એક વ્યક્તિનું મોત અને આટલા થયા ઘાયલ
Exit mobile version