Site icon

પડતાં પર પાટુ : આંતરરાષ્ટ્રીય ટ્રીબ્યુનલે 5.8 બિલિયન ડોલરનો દંડ ફટકાર્યો.. પાકિસ્તાનને આનો સોદો રદ્દ કરવો પડ્યો ભારે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

08 સપ્ટેમ્બર 2020

પાકિસ્તાનને જોરદાર આર્થિક ફટકો પડયો છે. આર્થિક તંગીથી પરેશાન પાકિસ્તાન પહેલેથી જ વર્લ્ડ બેંક અને આઈએમએફ નું દેવાદાર છે. એવા સમયે 5.8 બિલિયન ડોલરનો દંડ આંતરરાષ્ટ્રીય ટ્રીબ્યુનલએ ફટકાર્યો છે. આ દંડની રકમ પાકિસ્તાનની જીડીપીના આશરે 2 ટકા બરાબર છે.

 ઇન્ટરનેશનલ ટ્રીબ્યુનલે પાકિસ્તાન પર આ દંડ,  ઓસ્ટ્રેલિયાઈ કંપની સાથે ખનન પટ્ટો રદ કરવા બદલ લગાવ્યો છે. પાકિસ્તાનના દક્ષિણ પશ્ચિમમાં બલુચિસ્તાન પ્રાંતમાં આવેલા રેકોદીક જિલ્લા ખાતે સોનું અને તાંબું સહિતની ખનીજ સંપત્તિ શોધવા માટે ઓસ્ટ્રેલિયાની એક કંપની સાથે સોદો કર્યો હતો. હવે વડાપ્રધાન ઇમરાન ખાન ની સરકાર આ વિસ્તારને વ્યૂહાત્મક રીતે રાષ્ટ્રીય સંપત્તિ માને છે. આ સંપત્તિ પર પાક.નો અધિકાર છે. આથી અગાઉની સરકારે ઓસ્ટ્રેલિયાની કંપનીને આપેલો ખોદકામનો પટ્ટો  ઇમરાન સરકારે રદ્દ કર્યો છે.

 

 ઓસ્ટ્રેલિયાની જે કંપનીનો સોદો રદ્દ થયો છે તેમાં ચીલીની એક કંપની પણ બરાબરની ભાગીદાર હતી. આથી પાકિસ્તાનની સરકારે બલુચિસ્તાનમાં આપવામાં આવેલા ખનન પટ્ટાને રદ્દ કર્યો તેના વિરોધમાં આ ઓસ્ટ્રેલિયન કંપની વર્લ્ડ બેંકમાં પહોંચી ગઈ હતી. કંપનીએ વિશ્વ બેંકના ઇન્વેસમેન્ટ ઝઘડાના ઉકેલ માટે રચાયેલી ઇન્ટરનેશનલ ટ્રીબ્યુનલમાં પાકિસ્તાનની ફરિયાદ કરી હતી. 

આ ફરિયાદ મળ્યા બાદ તપાસમાં પાકિસ્તાનની સરકાર દોષી  ઠરી હતી. આથી પાકિસ્તાન પર 5.8 કરોડ ડોલરનો દંડ ફટકાર્યો છે. હવે દંડ ભરવાની શક્તિ ન હોવાથી પાકિસ્તાને  વર્લ્ડ બેંક ની આંતરરાષ્ટ્રીય ટ્રીબ્યુનલને દંડ માફ કરવાની વિનંતી ઇમરાન ખાનની સરકારે કરી છે.  જો ઇમરાન ખાનની આ અપીલ નકારી દેવામાં આવે તો પાકિસ્તાને 5.8 બિલિયન ડોલરનો ભારે ભરખમ દંડ ભરવો પડશે…

Chabahar Port: ચાબહાર પર અમેરિકાના નિર્ણયથી ભારતને મોટું નુકસાન, આ યોજનાઓ પર લાગશે બ્રેક.
Pakistan: શું પાકિસ્તાન પોતાની પરમાણુ શક્તિ સાઉદી અરબને આપશે? સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહી આવી વાત
Donald Trump: H-1B વિઝા માટે ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, અરજી ફી માં કર્યો અધધ આટલો વધારો
Donald Trump Statement: ટ્રમ્પના ‘બગ્રામ એરબેસ’ પ્લાનથી વધ્યો તણાવ, ચીન અને તાલિબાને આપી આવી પ્રતિક્રિયા
Exit mobile version